fbpx
ગુજરાત

સુરતમાં શ્રમિક રાહદારીને ટ્રકે ૧૦૦ મીટર ઘસડતાં મોત

સુરતના ભાઠેના સમ્રાટ સ્કૂલ સામે રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લઈ ૧૦૦ મીટર સુધી ઓવર બ્રિજ પર ઘસડી ગયો હોવાનો અકસ્માત સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ટ્રકના વ્હિલમાં પેટની નીચેથી કચડાઈ ગયેલી હાલતમાં મોત સામે ઝઝૂમતા શ્રમિકે રાહદારીને કહ્યું, ભાઈ મારા મિત્રને જાણ કરી દો. ગુરુવારની મધરાત્રે બનેલા હિટ એન્ડ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત શ્રમિકને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા ગણતરીની મીનિટોમાં જ મોત નીપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. ગોવિંદ તુકારામ ગોડસે (ઉ.વ. ૩૦ (રહે, લિંબાયત આંબેડકર નગર) અમે બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહીએ છીએ. સ્ઁના રહેવાસી છીએ. મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. રાત્રે ગોવિંદના અકસ્માતની જાણ થયા બાદ હોસ્પિટલ ગયા તો એ છેલ્લા શ્વાસ લેતો હતો. કંઈ કહી પણ ન શક્યો, ને ડોક્ટરો એ કહી દીધું તેનું મોત થઈ ગયું છે, આ સાંભળી આખું પરિવાર શોકમાં ડૂબી ગયું હતું. ગોવિદ પર્વત પાટિયા પાસે મજૂરી કામ કરતો હતો. કામ પરથી ઘરે આવતા અકસ્માત નડ્યો હતો. સ્થાનિક લોકો કહેતા હતા કે, રાહદારી રોડ ક્રોસ કરતો હતો ત્યારે ટ્રકના ચાલકે અડફેટે લઈ બ્રિજ ઉપર ઘસડી ગયો હતો. ત્યારબાદ ભાગી જતા લોકો ભેગા થઈ ગયા હતા. રાહદારીએ આપેલા નંબર પર મિત્રને જાણ કર્યા બાદ ૧૦૮ને જાણ કરી હતી. હાલ ગોવિંદ અકસ્માત કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/