fbpx
ગુજરાત

ટ્રેનમાં સુરત આવતી મહિલા સાથે ઝઘડો કરી પતિ અને દિયરને ચપ્પુના ઘા ઝીંક્યા

મહિલા કાનપુર ઉદ્યોગકર્મી ટ્રેનમાંથી સુરત આવી રહી હતી. ખાંડવા સ્ટેશન નજીક કેટલાક યુવકોએ મળસ્કે ૩ વાગ્યે બેઠક (સીટ)ને લઈ ઝઘડો શરૂ કરી દઈ મારા મારી પર ઉતરી પડ્યા હતા.ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપતા મેં તાત્કાલિક ટ્રેનમાં ફરતા પોલીસ જવાનોને ફરિયાદ કરી હતી.ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો. જાેકે મેં તમામ તમામ હકીકત મારા પતિને ફોન પર કહી દીધી હતી. સવારે ટ્રેન ભેસ્તાન સ્ટેશન પર આવે એ પહેલાં મારા પતિ-દિયર અને એમના મિત્રો સ્ટેશન પર આવી ગયા હતા. ભેસ્તાન સ્ટેશન આવતા જ મને રિસીવ કરવા આવેલા મારા પરિવાર સાથે બદમાશ યુવાનોએ ઝઘડો કરી ગાળા ગાળી શરૂ કરી દીધી હતી.

ત્યારબાદ મારા પતિ ચંદ્રશેખરને થાપા પર, દિયર પુનિતને ઘૂંટણ પર અને એના મિત્ર રોહિત પાલને હાથમાં ચપ્પુના ઘા મારતા ભાગદોડ મચી ગઇ હતી. મારું આખું પરિવાર જીવ બચાવવા ભાગી રહ્યું હતું. લગભગ ૧૦૫ મિનિટ સુધી હુમલાખોરોએ આખું રેલવે સ્ટેશન માથે ઉપાડ્યું હતું. લગભગ સવારે ૬ઃ૩૦ વાગ્યાની ઘટના બાદ હુમલાખોરો ભાગી ગયા પછી મારા પતિ, દિયર સહિત ત્રણેયને સારવાર માટે ખાનગી વાહનમાં સિવિલ લવાયા હતા. મેં ભેસ્તાન રેલવે સ્ટેશન પર ઇઁહ્લને ફરિયાદ પણ કરી છેઉત્તરપ્રદેશથી સુરત આવતી ઉદ્યોગકર્મી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા સાથે ઝઘડો કરી માર માર્યા બાદ ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાની ધમકી અપાઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો.

એટલું જ નહીં પણ માથાભારે યુવાનોએ ભેસ્તાન રેલવે સ્ટેશન પર ઉતરેલી મહિલાને લેવા આવેલા પતિ અને દિયર સહિત ત્રણને ચપ્પુના ઘા મારી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, પત્ની ટ્રેનમાંથી ઉતરતાની સાથે હુમલાખોર તૂટી પડ્યા હતા. માર ડોલો કહી ઉપરા-ઉપરી થાપાના ભાગે ઘા મારતા હું જીવ બચાવી ભાગી ગયો હતો. આખું પ્લેટફોર્મ માથે ઉપાડી લીધું હતું. ૧૫ મિનિટ સુધી હુમલાખોરો હાથમાં ચપ્પુ લઈ શોધતા રહ્યાં હતાં. આખરે પોલીસ દોડી આવતા ભાગી ગયા બાદ મને અને મારા ભાઈ સહિત ત્રણને સારવાર માટે સિવિલ લવાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/