fbpx
ગુજરાત

ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે સમરસ ગ્રામ પંચાયતને બાદ કરતા ૮૭૮ મતદાન મથકો ઉપર મતદાન થશે. જેમાં ૯૫૭ પ્રિસાઇડીંગ , ૯૫૭ આસી.પ્રિસાઇડીંગ , ૧૦૮૧ પોલીંગ ઓફીસર-૧, ૧૩૭૦ પોલીંગ ઓફીસર -૨ , ૯૫૩ પટાવાળા સહિત કુલ ૫૩૧૮ કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટીની સહિતની તબક્કાવાર પ્રક્રિયા બાદ ૪૮૩ પૈકી ૬૨ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ૧૭ સરપંચ અંશતઃ બિનહરિફ, ૭૩૮ સભ્યો અંશતઃ બિનહરિફ, તથા ૦૧ બેઠક પર ફોર્મ નહીં ભરાવવાના કારણે ખાલી રહી છે.

અંકલેશ્વર તાલુકામાં કુલ ૩૫ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં ૧૧ ગામ, તાલુકા પોલીસ મથકના ૨૧ અને ૨ જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના ગામોનો સમાવેશ થાય છે. ૩૫ ગ્રામ પંચાયતની ચૂંટણી માં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા ના ભાગ રૂપે તેમજ સંવેદનશીલ બુથ ૪૧ પર વિશેષ બંદોબસ્ત સાથે ૩ પીઆઈ. ૩ પી.એસ.આઈ, ૧૦૦ પોલીસ જવાનો, ૮૦ હોમગાર્ડ અને ૯૨ જી.આર.ડી. તેમજ સ્ટ્રોંગ રૂપ પર એસ.આર. પી. જવાનો ફરજ બજાવશે, જયારે ૧૪ વાહનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવશેજ્‌ આ અંગે માહિતી આપતા વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી નિર્વિવાદિત રીતે સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી તમામ ઉમેદવાર, ગામના આગેવાનો સાથે શાંતિ સમિતિ બેઠક યોજી જરૂરી સૂચનો કરવામાં આવ્યા છેભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર રવિવારે ૪૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે સજ્જ બન્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણીને લઇ ચાલતા જાહેર પ્રચાર પડઘમ શુક્રવારે સાંજથી શાંત પડ્યા છે.

હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૧૭૬ સરપંચ અને ૬૯૮૭ સભ્ય ઉમેદવારો માટે યોજાનારી ચૂંટણીમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી ફરજમાં ૫૩૨૮ કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવવાનો છે. જ્યારે ૮૭૮ મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા ૧૫૩ બસોની શનિ અને રવિવાર માટે ફાળવણી કરાઈ છે. રવિવારે યોજાનારી ચૂંટણીમાં ૭.૨૪ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી ૧૫ લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ થશે. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા અંકલેશ્વર, હાંસોટ, વાલિયા ઝગડિયા અને નેત્રંગ તાલુકાના ૨૪૦ ગામમાં ચૂંટણી યોજાનાર હતી જે પૈકી ૩૨ પંચાયત સમરસ બનતા કુલ ૨૦૮ ગામ માં ૪૪૧ બુથ પર ૩૧૧ બિલ્ડીંગ માં મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જેમાં કુલ ૨ ડી.વાય.એસ.પી. ૭, પીઆઈ. ૨૨. પી.એસ.આઈ. ૫૩૧ પોલીસ જવાનો, ૨૯૪ હોમગાર્ડ, ૪૭૨ જી.આર.ડી.ના જવાનો ફરજ બજાવશે, જયારે ૪૩ વાહનોથી પેટ્રોલિંગ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/