ખેડાના અરજનપુર કોટ ગામે માધવસિંહ કાળાભાઈ ડાભી વિજેતા
નડિયાદ, કપડવંજ, માતર, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કઠલાલ, મહુધા, ખેડા અને વસો તાલુકા મથકોએ નિયત કરેલા મતગણતરી સેન્ટર બહાર ઉમેદવારો અને સમર્થકોના વહેલી સવારથી જ ટોળેટોળાં ઉમટ્યાં છે. જે તે સમયે નિયત કરેલા ગામોની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી તેમાં મૂકેલ મત પેટીઓને ચકાસી ક્રમાનુસાર બહાર લાવી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
આ મતગણતરીમાં સૌપ્રથમ ઉમેદવારોની હાજરીમાં મતપેટીઓના સીલ તોડી મતપત્રોની ગણતરી કરવામાં આવી રહી છે. સરપંચ અને વોર્ડના મતપત્રોને છુટા પાડવાની કામગીરી, ત્યારબાદ ૧૦૦ના થપ્પીમાં ગણતરી કરવામાં આવી રહી છેગ્રામ પંચાયતોની ચૂંટણીનો આજે અંતિમ તબક્કો એટલે પરીણામનો દિવસ છે. ખેડા જિલ્લામાં ૪૧૭ ગ્રામ પંચાયત માટે સરપંચ પદના ૧૪૬૫ ઉમેદવાર તથા વોર્ડના સભ્યોની ૧૩૩૩ બેઠકો માટે ૫૩૧૧ ઉમેદવારો મેદાનમાં છે. જેનો આજે ફેસલો થનાર છે. જિલ્લાના ૧૦ તાલુકા મથકો પર આવેલ મતગણતરી કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ મતગણતરી શરુ થઈ છે.
Recent Comments