fbpx
ગુજરાત

દાહોદના દેવીરામપુરામાં કમલીબેન અભેસિંહ રાઠવા સરપંચ પદે વિજેતા

દાહોદના ભીટોડી ગામમાં વિનોદ ઝીતરાભાઈ ડામોર સરપંચ પદ માટે વિજેતા થયા છે. દાહોદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીથરાભાઈ ડામોરના પુત્ર વિનોદ ભિટોડી ગામના સરપંચ પદે વિજેતા થયા છે. આ ઉપરાંત ઝાલોદ તાલુકાના ટાંડી ગામમાં સરપંચ પદના ઉમેદવાર પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોર ૪૯ મતથી વિજેતા જાહેર થયા છે. દેવગઢ બારીયા તાલુકામાં નાળાતોડ ગામમાં ભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા ૧૭૨૦ મત મેળવીને વિજેતા બન્યા હતા.

તાલુકાના ફુલપરા ગામમાં અજયસિંહ મેડા મત ૪૧૧ મત મેળવીને વિજેતા બન્યા હતા. હીન્દોલીયા ગામમાં રમતીબેન મગનભાઈ ભીલ ૬૮ મત મેળવીને વિજેતા બન્યા હતા. નાની ઝરી ગામમાં મમતા બેન હિમ્મતભાઈ બારીયા ૫૮૯ મત મેળવીને વિજેતા બન્યા હતા. જંબ્બુશર ગામમાં મંજુલા અર્જુનસિંહ બારીયા ૧૪૨ મત મેળવીને વિજેતા બન્યાં હતાં. ઉપરાંત દેવીરામપુરામાં કમલીબેન અભેસિંહ રાઠવા ૭૯૮ મત મેળવીને વિજેતા બન્યાં હતાં. નોંધનીય છે કે દેવીરામપુરામાં વોર્ડ નંબર.૪ ના ભુપેન્દ્રસિંહ બારીયાની સભ્ય પદની ડિપોઝીટ જીરો મત મળતાં જપ્ત કરી લેવામાં આવી હતી.

તેમજ વોર્ડ નંબર સાતમાં મેતરા મંજ્જિ રાઠવા તથા રવીકુમાર ખુમના રાઠવાને ટાઈ પડતાં ચીઠ્ઠી ઉછાળતાં રવીકુમાર વિજેતા બન્યા હતા.ગ્રામપંચાયતની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. જે બાદ આજે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ઉમેદવારો તેમજ લોકોમાં મતગણતરીને લઈ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ૩૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું. જિલ્લામાં કુલ મતદાન ૮૨.૪૧ ટકા થયું છે. સૌથી વધુ મતદાન દેવગઢ બારીઆ તાલુકામાં ૮૭.૧૫ ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન સંજેલી તાલુકામાં ૭૭.૨૫ ટકા થયું હતું. ગત પંચાયતની ચૂંટણીઓમાં જિલ્લામાં ૮૨.૫૩ ટકા મતદાન થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/