fbpx
ગુજરાત

પાંચ દિવસમાં માસ્ક વિનાના ૨૩૧૭ અમદાવાદીઓ દંડાયા

નવા વર્ષ પહેલાં જ ગુનાખોરી પર કંટ્રોલ કરવા અને અકસ્માતના બનાવો રોકવા માટે પોલીસે ૮ દિવસ માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. શહેર અને ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૫૧ કેસો કરીને નશાખોરો પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ મેગા ડ્રાઈવ ૨૫ ડીસેમ્બર ૨૦૨૧ થી શરૂ થઈ ૧ જાન્યુઆરી,૨૦૨૨ સુધી ચાલશે. આ ડ્રાઈવના પાંચ દિવસ દરમિયાન શહેર કમિશનોરેટમાં સૌથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ ૬૯ કેસ ટ્રાફિક પોલીસે તેમજ ઝોન-૬ના પોલીસ સ્ટેશનોએ ૬૨ કેસ કર્યા છે.આ પ્રકારની ડ્રાઈવ યોજીને બેફામ બનેલા તત્વો પર અંકુશ મુકવા અને અકસ્માત નિવારવાનો પોલીસનો પ્રયાસ છે. ૩૧મી ડિસેમ્બરે નવા વર્ષની પાર્ટીઓમાં લોકોની ભીડ ના જામે અને સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. સતત બે વર્ષથી કોરોનાના કારણે લોકો ઘરમાં હતાં ત્યારે આ વખતે વધુ છુટછાટો હોવાથી લોકો બેદરકાર બનીને ભેગા ના થાય તે માટે પોલીસ કડક વલણ અપનાવશે. ૧૩ હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જાેડાશે. પાર્ટીના શંકાસ્પદ સ્થળે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરાશે. બીજી તરફ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરાશે. જેમાં કોરોનાનું સંક્રમણ ઘ્યાનમાં રાખીને વારંવાર નોઝલ બદલવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વ્યક્તિઓને ચેક કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્‌યૂ ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો છે.

આજે ૩૧મી ડિસેમ્બરે રાત્રે આ સમયમાં કર્ફ્‌યૂની કડક પણે અમલવારી પણ કરવામાં આવશે. ૧૩ હજાર જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જાેડાશે. રાત્રે તહેનાત રહેવા માટે ૧૨ ડ્ઢઝ્રઁ કક્ષાના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. અમદાવાદ શહેરમાં ૫૦ જેટલા નાકાબંધી પોઈન્ટ બનાવવામાં આવશે. પોલીસ રસ્તા પર બ્રેથ એનલાઈઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનું કડકપણે પાલન કરાવશે.રાજ્યમાં એક તરફ કોરોના ફરીવાર અજગરી ભરડો લઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલોમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થવા માંડયો છે. ત્યારે રસ્તા પર બેદરકાર થઈને ફરતા લોકો સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં પોલીસ દ્વારા ૨૩૧૭ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.૫ દિવસમાં જાહેરનામાં ભંગના ૪૮૫ ગુના નોંધાયા છે. જ્યારે ૨૩૧૭ માસ્ક વિના ફરતા પકડાયેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ ભંગના ૩૮૧ જેટલા ગુના નોંધાયા છે. બીજી તરફ ૩૧ ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૫૧ કેસ નોંધ્યાં છે. તે ઉપરાંત માસ્ક વિના ફરનારા લોકો પાસેથી પાંચ દિવસમાં ૨૭.૧૭ લાખ વસૂલવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/