fbpx
ગુજરાત

સુરતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા તંત્ર એલર્ટ

સુરત પાલિકા દ્વારા કોરોનાને કાબૂમાં રાખવા માટે અલગ અલગ પગલાં લેવાઈ રહ્યાં છે. વધુ કેસ આવે તે વિસ્તાર સોસાયટીને કવોરન્ટીન કરવામાં આવે છે. સાથે જ પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે. આજે પાલિકા દ્વારા ૧૫૩ સેન્ટર પર વેક્સિન અપાઈ રહી છે. જેમાં કોવિશિલ્ડના પ્રથમ ડોઝ માટે ૪૫ અને બીજા ડોઝ માટે ૯૬ સેન્ટર રાખવામાં આવ્યાં છે.

સાથે જ ૨ સેન્ટર વિદેશ જનારા માટે છે. જ્યારે કોવેક્સિન રસી માટે ૧૦ સેન્ટર પર કામગીરી કરવામાં આવી રહી છે.સુરત શહેર-જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ નવા કેસ સામે આવ્યાં છે. જૂન મહિનામાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેથી પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આજે ૧૫૩ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે.

શહેરમાં ૯૭ અને જિલ્લામાં ૦૪ કેસ સાથે વધુ ૧૦૧ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૬૩૮ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેર-જિલ્લામાંથી ૦૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૯૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૨૩ નોંધાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/