fbpx
ગુજરાત

પેપરલીક, ભરતી કૌભાંડનું એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી બન્યું

યુવરાજસિંહે કૌભાંડમાં સંડોવાયેલ ૧૧ શખ્સોના નામ જાહેર કર્યા હતા તે પૈકી બાયડના ચોયલા ગામનો મિત પટેલ કાર નં. જી.જે-૯-એ.જી-૩૯૩ લઇને પ્રાંતિજમાં સિનિયર સિવિલ એન્જીનિયરની પરીક્ષા આપવા આવ્યો હોવાની પણ જાહેરાત કરતા દોડધામ મચી હતી મિત પટેલ પરીક્ષા આપીને બહાર નીકળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના વસંતભાઇ ચૌધરી અને અશોકભાઇ મિત પટેલને લઇ રવાના થઇ ગયા હતા. બીજી બાજુ અરવલ્લી પોલીસ ધનસુરાના અવધેશ પટેલને શાળામાંથી લઇ ગઇ હતી. બંને કિસ્સામાં સત્તાવાર રીતે અટકાયત કર્યાની પોલીસે મોડી સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી

.ત્રણ સપ્તાહ પૂર્વ હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની તપાસ પૂરી થયાની હિંમત પોલીસે બતાવી નથી એટલામાં ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જેટકોની મંગળવારે લેવાઇ રહેલ પરીક્ષામાં કૌભાંડ આચરાયાનો ધડાકો કરતા સાબરકાંઠા – અરવલ્લી જિલ્લામાં ભૂકંપ આવી ગયો હતો અને બંને જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાયડના ચોયલાથી પ્રાંતિજમાં પરીક્ષા આપવા આવેલ મિત પટેલ નામના યુવકને લઇ પ્રાંતિજના બે પોલીસકર્મી રવાના થઇ બાદ રહસ્ય ઘેરું બન્યુ હતું અને પેપરલીક કાંડમાં પોલીસે તમામ શકમંદોને અગાઉથી જ દબોચી લીધા હતા. પ્રકરણમાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને ધનસુરાના અવધેશ પટેલ, બાયડના ચોઇલામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો અજય પટેલ, ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલના શિક્ષક અરવિંદ પટેલની સંડોવણી તે પદ્ધતિનું પુનરાવર્તન થઇ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલ, બાયડના ચોઇલામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો અજય પટેલ, ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલના શિક્ષક અરવિંદ પટેલની સંડોવણી પણ બહાર આવી છે. પ્રકરણમાં જે લોકોના નામ બહાર આવ્યા છે તે મોટાભાગના લોકો બાયડ, ધનસુરા અને પ્રાંતિજ તાલુકાના છે.

મંગળવારે આપ નેતા યુવરાજસિંહે ઊર્જા વિભાગમાં થયેલી ભરતીમાં ગેરરિતી થયાનો આક્ષેપ કરતાં જણાવ્યું વર્ષ ૨૦૨૧ માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્‌સ અપાયા છે. જેમાં વચેટીયાઓમાં ધનસુરાના અને ધનસુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ પટેલ, અવધેશ પટેલ, શ્રી કાન્ત શર્મા વડોદરા અજય પટેલ ચોઇલા તથા હર્ષ નાયીના નામ આ કૌભાંડમાં બહાર આવ્યા છે. પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ,રજનીશ પટેલ,પ્રિયંમ પટેલ,આંચલ પટેલ રાહુલ પટેલ,પ્રદિપ પટેલ,બાબુ પટેલ, જીગીશા પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજસિંહે મંગળવારે ફરીથી ધડાકો કરી જેટકોની સિવિલ અને ઇલેક્ટ્રીકલમાં થઇ રહેલ ભરતીની પરીક્ષામાં કૌભાંડ આચરાયું હોવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/