fbpx
ગુજરાત

કનકપરને પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી


કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વિવિધ અવૉર્ડ પૈકી ગુજરાત અદાણી ફાઉન્ડેશનને બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટિવિટી માટે પ્રથમ નંબરના અવૉર્ડની જાહેરાત કરાઇ છે. જળશક્તિ મંત્રાલય દ્વારા ૧૧ વિવિધ શ્રેણીઓમાં રાજ્યો, સંસ્થાઓ અને વ્યક્તિઓ વગેરેને પુરસ્કાર અપાય છે.અબડાસા તાલુકામાં બે ટર્મથી મહિલાશાસિત સમરસ પંચાયત ધરાવતા છેવાડાના કનકપર ગામમાં સહિયારા પ્રયાસોથી પાણીની બચત સાથે જળસંચય માટે થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે, એમાં વળી અબડાસાના છેવાડાનાં ગામોમાં તો પાણીના એક-એક ટીપાની કિંમત વિશેષ હોય છે.

મહિલોઓ અને ખેડૂતો જ પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં સતત બે ટર્મથી સરપંચથી લઇને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારા પ્રયાસોથી થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં અબડાસાના કનકપરને પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડની જાહેરાત કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કરી છે. ગામના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી વાડીલાલભાઇ પટેલે જણાવ્યું હતું કે પાણીની બચત માટે ૨૦૦૫થી ૧૦૦ ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરાય છે. વધુમાં ગામના ખેડૂતો દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી ૩૦ જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ ૨૦૧૯થી કરાય છે, જેમાં દર વર્ષે અબજાે લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે. વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના, ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં ૨૪ કલાક પાણી મળે છે. અને વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસ.ટી.પી. (ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ) બનાવાયું છે, જેની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે ર્નિમળ ગામનો પુરસ્કાર, સીડમની અવૉર્ડ, ૨૦૧૦-૧૧માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત, ૧૦૦ ટકા ટપક સિંચાઇ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને ૨૦૨૧નો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ કુલ સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં વધુ છે. પંચાયતીરાજ આવ્યા ત્યારથી માત્ર એક વખત વર્ષ ૧૯૮૫માં સરપંચની ચૂંટણી થઇ છે. ત્યાર બાદ ગ્રામપંચાયતના ઇતિહાસમાં ક્યારે પણ ચૂંટણી થઇ નથી, જે ગામની એકતાનું દર્શન કરાવે છે. તદુપરાંત કનકપર ગામની પાણી સમિતિ પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પાણી સમિતિ છે. આ રીતે અત્યારના આધુનિક યુગમાં કનકપર ગામનું સઘળું સુકાન મહિલાઓના હાથમાં છે, જે ખૂબ મોટી વાત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/