fbpx
ગુજરાત

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક શરુ કરી દીધી છે. તો કેટલાક લોકોએ તાપણાનો સહારો લેવાનું પણ શરુ કરી દીધી છે.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં ૧૨ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયા ૬.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડી શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું જાેર યથાવત રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/