fbpx
ગુજરાત

વડોદરાના માનુષ શાહની ઓલિમ્પિક્સની ટાર્ગેટ સ્કીમમાં પસંદગી

વડોદરાના ટેબલ ટેનિસ પ્લેયર માનુષ શાહની સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ૨૦૨૪ના સંભવિત ઓલિમ્પિક્સના ખેલાડીઓ માટેની ટાર્ગેટ સ્કીમમાં પસંદગી થઇ છે. ભારત સરકારના યુવા અને રમત ગમત વિભાગનો આ ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ સ્કીમ અંતર્ગત માનુષને સ્પોર્ટ સાયન્સ એક્સપર્ટ્‌સ ડાયેટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને સાઇકોલોજિસ્ટની ટીમની મદદ મળશે. આ વિશે માનુષે કહ્યું કે, ‘આ સ્કીમમાં પસંદગી દર વર્ષે થતી હોય છે. જાે ખેલાડીનું પર્ફોર્મન્સ સાતત્યસભર હોય તો જ તેમને રાખવામાં આવે છે. ટાર્ગેટ સ્કીમમાં પસંદગી બાદ પણ સતત પર્ફોર્મન્સ આપતાં રહેવું પડે છે. આ જ કારણસર ત્રીજા વર્ષે આ સ્કીમમાં રિન્યૂઅલ અપાયું છે.’ ગત વર્ષે નવેમ્બરમાં તેણે સાઉથ અમેરિકાના ઇક્વેડોર ખાતેની ઇન્ટરનેશનલ ટેનિસ ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦ વર્ષીય માનુષનો હાલમાં ભારતમાં ૪થો રેન્ક છે. જે ત્રણ વર્ષથી જાળવી રાખ્યો છે.તેના પિતા ઉત્પલ શાહે જણાવ્યું કે, ‘તે ૧૦ વર્ષથી ટેનિસ રમે છે. અંડર-૧૮ કેટેગરીમાં હતો ત્યારે તેણે વર્લ્‌ડ રેન્કિંગમાં ટોપ-૫માં સ્થાન મેળવ્યું હતું. તે આગામી દિવસોમાં ચેન્નઇ ટેનિંગ કેમ્પમાં અને ત્યારબાદ જર્મની ૩ મહિના માટે ત્યાંની રેન્કિંગ ટુર્નામેન્ટ્‌સ-મેચો રમવા જશે.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુરતના હર્મિત દેસાઇ, ઉપરાંત ખેલરત્ન એવોર્ડ વિજેતા દિલ્હીની મોનિકા બત્રા (વિશ્વ ક્રમાંક ૬૨) અને સિનિયર ખેલાડી પદ્મશ્રી એવોર્ડ વિજેતા શરદ કમલની પણ આ સ્કીમમાં કોર કેટેગરીના ખેલાડીમાં અને માનુષની પોટેન્શિયલ ખેલાડીમાં પસંદગી થયેલી છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ અંતર્ગત પસંદગી બાદ જાે માનુષ ૨૦૨૪ સુધી એકધાર્યો નોંધપાત્ર દેખાવ કરશે તો ૨૦૨૪ના ઓલિમ્પિક્સમાં સિલેક્શનની શક્યતા વધી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/