fbpx
ગુજરાત

ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ એચઆઈવી ગ્રસ્ત બાળકો સાથે મનાવી

ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ ૐૈંફ પોજીટીવ ૧ થી ૧૮ વર્ષની ઉમરના બાળકોને આજના પવિત્ર દિવસે ભોજન કરાવી તથા સાથે બેસીને પોતે પણ ભોજન કર્યું હતું તેમજ બધા જ બાળકો સાથે લાંબો સમય ગાળી તેમના જીવનની વેદનાને સમજવાની કોશિશ કરી હતી. અને દરેક સંજાેગોમાં તેમના સાથ, સહકાર, તથા શક્ય મદદની ખાત્રી આપી હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર શહેર અઘ્યક્ષ રૂચિરભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, શહેર તથા વોર્ડના મહામંત્રીઓ, કોર્પોરેટરો તેમજ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તરાયણ પર્વમાં દાન દક્ષિણા સાથે પૂર્ણ કરવાનો અનેરો મહિમા સદીઓથી ચાલતો આવ્યો છે.

ત્યારે ગાંધીનગરનાં મેયર હિતેશ મકવાણાએ એચઆઈવીગ્રસ્ત બાળકો સાથે ભોજન કરાવીને ઉત્તરાયણની અનોખી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ જવાનું જલ્દી કોઈ પસંદ કરતું નથી તે સ્થળે મેયરે એચઆઇવીગ્રસ્ત બાળકોની હરોળમાં બેસીને આનંદની પળો માણી હતી. આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રમાણે આજના દિવસથી સૂર્ય નારયણ દેવ ઉતર દિશા તરફ પ્રયાણ કરે છે તેમજ આજના ઉત્તરાયણના પવિત્ર દિવસે આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા આગવો જ ગણાવવામાં આવ્યો છે. આજ વાતથી પ્રેરિત ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર હિતેષ મકવાણાએ એક આગવી અને ઉદાહરણીય પહેલ કરી છે. અત્યાર સુધીમાં ગરીબ બાળકો, સિવિલ હોસ્પિટલના દર્દીઓ તેમજ રક્તપિત્તનાં દર્દીઓ ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સેવાની સરવાણી વહેતી જાેવા મળતી હોય છે. પરંતુ ગાંધીનગર મેયર દ્વારા પ્રેરણાદાયી પહેલ કરીને એચઆઇવી ગ્રસ્ત બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/