fbpx
ગુજરાત

સંજેલી પોલીસે દારૂના જથ્થા સાથે ૨ની ધરપકડ કરી

ઝાલોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનોજભાઇ અક્કલસિહ સહિતનો સ્ટાફ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં રાજસ્થાન સરહદે આવેલી ઝાલોદ તાલુકાની ધાવડિયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં ઉભા હતાં. તે વખતે રાજસ્થાન તરફથી આવેલી આઇટેન કારમાં સંજેલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન પ્રકાશ નરસિંગ નિનામા હોઇ તેને જવાનો સંકેત કર્યો હતો પરંતુ પાછળ આવેલી બોલેરો જીપના આગળનો નંબર ભુંસેલો જણાતા તેને રોકવામાં આવી હતી. આ વખતે થોડે આગળ કાર રોકીને કોન્સ્ટેબલ પ્રકાશ પોલીસ કર્મીઓ

પાસે ધસી આવી જીભાજાેડી કરવા લાગ્યો હતો. દરમિયાન તક જાેઇને ચાલકે બોલેરો ભગાવી મુકી હતી. જેથી ઝાલોદ પોલીસ પોતાની પાસેની રિક્વીઝીટ જીપથી તેનો પીછો શરૂ કર્યો હતો. દરમિયાન જ ભીલકુવાથી દારૂની જીપનું પાયલોટિંગ કરીને આવતાં કોન્સ્ટેબલ પ્રકાશે પોતાની કાર પોલીસ જીપ આગળ ફિલ્મી ઢબે આડી કરીને અંતરાય ઉભો કર્યો હતો. પોલીસ જીપના ચાલકે મોટો ટર્ન લઇને ફરાર બોલેરોનો પુનઃ પીછો શરૂ કર્યો હતો.નજીક પહોંચતા ઉથલાવી દેવા માટે પોલીસ જીપને બોલેરોથી ટક્કર પણ મારવામાં આવી હતી. જાેકે, ધાવડિયાથી ઝાલોદ બાયપાસ મેલણિયા આઇટીઆઇ થઇ નાનસલાઇ, વરોડથી સારમારિયા વાળા રસ્તે થઇ છેક કરંબા ગામે ૧૩ કિમી પીછો કર્યા બાદ પોલીસને બોલેરો રોકવામાં સફળતા મળી હતી. ધામણબારી ગામનો પિન્ટુ ઉર્ફે નિતીન રયલા પરમાર બોલેરોમાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે મોટા હાથીધરા નિશાળ ફળિયાનો રોહીતકુમાર દિનેશભાઇ રાવતને ઝડપી પાડ્યો હતો. જીપમાંથી પોલીસને વિદેશી દારૂની ૨૭ પેટી, છુટ્ટી બોટલો નંગ ૬ તથા બિયરની બોટલો મળી કુલ ૫૯૬ બોટલો કિંમત રૂપિયા ૧,૫૪,૮૧૫ની મળી આવી હતી.

દારૂનો જથ્થો તથા રૂા.૧,૫૦,૦૦૦ની બોલેરો મળી કુલ રૂા.૩,૦૪,૮૧૫નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.દારૂની જીપનું પાયલોટિંગ કરનાર પ્રકાશ, પિન્ટુ ઉર્ફે નિતીન, રોહીતકુમાર અને ભીલકુવાના ઠેકાથી દારૂ ભરી આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દારૂની ગાડીના પાયલોટિંગ સાથે પોલીસ કર્મચારીઓની જ જીપની ગેરકાયદે અટકાયત કરનાર કોન્સ્ટેબલ પ્રકાશસ સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જાેકે, હાલમાં પોલીસ ભરતીની કાર્યવાહીમાં ફરજ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંની ફરજ છોડીને પ્રકાશ કઇ રીતે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા માટે આવ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે. દારૂની ગાડીનું પાયલોટિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલ સહિતના બુટલેગરો સામે ઇપીકો ૧૮૬, ૨૭૯, ૩૪૧, ૪૨૭ પ્રોહિબિશન એક્ટ ૬૫(ઇ), ૮૧, ૮૩(એ), ૯૭(સી), ૯૮(૨), ૧૧૬(બી), મોટર વ્હીકલ એક્ટ ૧૭૭, ૧૮૩ અને ૧૮૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ એક જ ઘટનામાં દારૂની હેરાફેરી, સરકારી કામમાં રૂકાવટ, અકસ્માત, ગેરકાયદે અટકાયત અને નુકસાન મળી કુલ ૫ પ્રકારના ગુના આચર્યા હોવાનું જાેવા મળ્યુ હતું.રાજસ્થાનના ભીલકુવાથી પાયલોટિંગ કરીને આવતાં સંજેલી પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂ ભરેલી બોલેરો ભગાવવા માટે ધાવડિયામાં ઝાલોદ પોલીસની જીપ આગળ ફિલ્મી ઢબે પોતાની કાર આડી કરી દીધી હતી. જાેકે, પોલીસે જીપનો છેક ૧૩ કિમી પીછો કરીને અંતે કરંબામાં બોલેરો પકડતાં તેમાંથી રૂા.૧.૫૪ લાખનો દારૂ મળ્યો હતો. પીછો કરતી પોલીસ જીપને બોલેરોથી ટક્કર મારીને ઉથલાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ ગંભીર ઘટના અંગે પોલીસ કોન્સ્ટેબલ સહિત ૪ સામે દાખલ કરાયો છે. કોન્સ્ટેબલ જ દારૂની ગાડીનું પાયલોટિંગ કરતો હોવાનો ભેદ ખુલતાં પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/