fbpx
ગુજરાત

ગુજરાતમાં દૈનિક કેસોની સંખ્યા ૧૭ હજાર થઈ ત્યાર બાદ કવાયત શરૂ

ગુજરાતમાં એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જાે કે સરકારને ૧૭ હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ યાદ આવી છે. બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્ક ફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકર સાથે બેઠક યોજી છે.

આ બેઠકમાં કોરોનાના વધતા જતા કેસો, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મુકાશે. તેની સાથે સાથે પોલીસ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને તબીબો એમ તમામે મળીને કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં રહેલા નિયંત્રણો પણ વધુ કડક કરવા પર પણ વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી પણ આ એક્સપર્ટ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટીંગ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે.

ર આ બેઠકમાં ટાસ્કફોર્સે ગુજરાત સરકારને કહ્યું કે તમારી પાસે જે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં લેબ છે ત્યાં જિનોમ સિક્વન્સિંગ સતત થતું રહેવું જાેઇએ. ઓમિક્રોન વેરિયન્ટમાં હજુ મ્યૂટેશન આવી શકે છે. આ નવાં મ્યૂટેશનના પરિણામોની અસરો હાલ છે તેના કરતાં વધુ ગંભીર હોઇ શકે છે. તેથી વાઇરસના સ્વરૂપ અને ખાસ તો ઓમિક્રોનનું સ્વરૂપ બદલાય તેના પર નજર રાખવી જાેઇએ. કારણ કે આયર્લેન્ડમાં ડેલ્ટાક્રોન અને આઇસીએસ વેરિયન્ટ પણ યુરોપના દેશમાં દેખાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/