fbpx
ગુજરાત

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓમાં વધારો

ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવતા વિસ્તારોની સંખ્યા પણ સતત વધી રહી હતી. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ. હેલ્થ વિભાગે બુધવારે વધુ ૧૯ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા હતા. જ્યારે ૨૦ને દૂર કર્યા હતા. હાલ શહેરમાં કુલ ૧૦૪ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં છે. બુધવારે કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવેલા વિસ્તારોમાં ૨ વિસ્તાર ઉત્તર ઝોન, ૧ વિસ્તાર મધ્ય, પશ્ચિમ ઝોન, ૫ વિસ્તાર દક્ષિણ ઝોન, ૩ વિસ્તાર ઉ. પશ્ચિમ ઝોન, પૂર્વ અને દ.પશ્ચિમ ઝોનના ૪-૪ વિસ્તારનો સમાવેશ થાય છે અમદાવાદમાં ફરીવાર રેકોર્ડ બ્રેક કેસ શહેર અને જિલ્લામાં મળીને નોંધાયા છે. શહેરમાં ૮૩૯૧ અને જિલ્લામાં ૧૩૮ મળીને ૮૫૨૯ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. જે મુંબઈ કરતા પણ ૨૦૦૦ કેસ વધારે છે.

બુધવારે પણ કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં ૬૦૦૦થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જ્યારે ૩૯૧૧ દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આજે અમદાવાદ શહેરમાં ૮ મહિના પછી ૬ દર્દીઓના કોરોનાથી મોત થયા થયા છે.અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચાર ગણા ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરની ૫૭ ખાનગી હોસ્પિટલ અને ૩ ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં હોસ્પિટલમાં કુલ ૨૩૪ દર્દીઓ અને ૨૦ દર્દીઓ કોવિડ સેન્ટરમાં દાખલ છે. જેમાં સાત દર્દીઓ વેન્ટિલેટર પર છે.

હવે દર બે દિવસે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જાેકે સારી બાબત એ છે કે માત્ર આઇસોલેશનના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૧૦ જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં ૬ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ત્રીજી લહેરમાં કેસો હવે ૧૦૦૦૦ની નજીક પહોંચ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે. ૧૦ દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ૬ ટકા વધારો નોંધાયો છે. ૫૭માંથી ૨૮ જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં ૩૧, એસજી હાઇવે પર આવેલી એસજીવીપીહોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ છે.

મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલ, કેર એન્ડ ક્યુર હોસ્પિટલ સહિત ૪ હોસ્પિટલમાં માં ૧-૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજની સ્થિતિએ અમદાવાદના ૫૭ ખાનગી હોસ્પિટલ અને ૩ ખાનગી કોવિડ સેન્ટરમાં ૯ ટકા બેડ ભરેલા છે અને ૯૧ ટકા બેડ ખાલી છે. જેમાં કુલ ૨૮૮૫ બેડમાંથી ૨૫૪ બેડ ભરાયા છે અને ૨૬૩૧ બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલો- કોવિડ સેન્ટરમાં સ્થિતિ જાેઈએ તો આઈસોલેશનમાં કુલ ૧૦૫૦ બેડમાંથી ૧૫૬ બેડ ભરાયા છે અને ૮૯૪ બેડ ખાલી છે. એચડીયુના ૧૦૮૫ બેડમાંથી ૭૫ બેડ ભરાયા છે અને ૧૦૧૦ બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના આઈસીયુ બેડમાં કુલ ૫૧૭ બેડમાંથી ૧૬ બેડ ભરાયા છે અને ૫૦૧ બેડ ખાલી રહ્યાં છે. તેમજ વેન્ટિલેટર સાથેના ૈંઝ્રેં બેડમાં કુલ ૨૩૩ બેડમાંથી માત્ર ૭ બેડ ભરાયા છે અને ૨૨૬ બેડ હાલમાં ખાલી પડ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/