fbpx
ગુજરાત

સુરતના કામરેજ નજીક બે દીપડા હાઈવે ક્રોસ કરતા ટ્રકની અડફેટે આવતા મોત

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં દીપડાઓ ફરતા હોવાનો વીડિયો થોડા દિવસ પહેલાં જ વાઈરલ થયા હતા. જેમાં દીપડાઓ આ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરોની અંદર પણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે એક પ્રકારનો ડરનો માહોલ સુરત જિલ્લાની અંદર જાેવા મળી રહ્યો હતો. બે જેટલા દીપડા વીડિયોમાં પણ દેખાતા હતા અને ખૂબ જ કદાવર અને ખૂંખાર હોય તે પ્રકારના દ્રશ્યો જાેતાં લોકો સ્વાભાવિક રીતે જ ડરતા હતા અને ખાસ કરીને દીપડાઓ શેરડીના ખેતરમાં ખૂબ જ સરળતાથી સમજાઈ જતા હોય છે.

જેના કારણે ખેડૂતોમાં પણ જાેવા મળી રહ્યો હતો. સુરત જિલ્લામાં તાજેતરમાં જ દીપડા ઘલાથી બૌધાન રોડ પર લટાર મારતો વીડિયોમાં જાેવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડો આ વિસ્તારમાં દેખાતા વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી ધરી હતી. દીપડાને પાંજરે પૂરવા માટેનો પ્રયાસ પણ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે.હાલ શેરડીના ખેતર ખુલ્લા થઈ જવાથી દીપડાઓ ગામમાં આવી જતા હોય છે. કામરેજ નેશનલ હાઈવે ઉપર દીપડાને ટ્રક અડફેટે લેતા બે દીપડાનું મોત નીપજ્યાની ઘટના સામે આવતાની સાથે જ વનવિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રે તપાસ શરૂ કરી છે.

વનવિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, તેમ જ અકસ્માત થયા હોવાની બાબતને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પણ જે વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જાેકે દીપડા આવા કેટલાક વિસ્તારમાં લટાર મારી રહ્યા હોવાના વીડિયો વાયરલ થતાંની સાથે તંત્ર પણ સતર્ક થઈ ગયું હતું.સુરત જિલ્લાના પલસાણા કામરેજ, મહુવા જેવા વિસ્તારોમાં અનેક વખત દીપડાઓ દેખાવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

આજે વહેલી સવારે સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે ઉપર ૨ દીપડા મૃત હાલતમાં પડેલા જાેવા મળ્યા હતા. દીપડાના મૃતદેહને જાેતા નેશનલ હાઈવે ઉપર જ દીપડાઓને ગંભીર ઇજા થઇ હોય તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ટ્રક દ્વારા તેને અડફેટમાં લેવાયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/