fbpx
ગુજરાત

વડોદરામાં કોરોના પોઝીટીવીટી રેટ વધીને ૨૦.૧૭ ટકા થયો

વડોદરામાં કોરોનાના કૂદકે અને ભૂસકે કેસ વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ હવે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં આવેલી ટ્રોમા બિલ્ડિંગના ૬ માળને ખાલી કરી ત્યાં દાખલ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. હાલમાં ટ્રોમા બિલ્ડિંગના ત્રણ માળ પર વેન્ટિલેટરની વ્યવસ્થા છે. જ્યારે અન્ય માળ પર મેડિસિન વિભાગના દર્દીઓને રાખવામાં આવ્યા હતા.

બુધવારે કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ટ્રોમા સેન્ટરમાં દાખલ ૧૫૦થી વધુ દર્દીઓને સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કર્યાં હતા. એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મળીને ૨૦ લોકો પોઝિટિવ આવ્યા છે. સાયન્સ ફેકલ્ટીમાં સૌથી વધારે નવ કેસ નોંધાયા છે. જેમાં પાદરાના માઇક્રોબાયોલોજીના લેબ આસિસ્ટન્ટ, ફેકલ્ટી ઓફિસના ત્રણ કર્મચારીઓ બોટની વિભાગના બે અધ્યાપકો, એન્વાયરમેન્ટ સાયન્સની અધ્યાપિકા તથા વધુ એક અધ્યાપક મળીને કુલ નવ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત યુનિવર્સિટી હોસ્ટેલના ડેપ્યુટી ચીફ વોર્ડન પણ કોરોના સંક્રમિત થયા છે. સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં જ આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં અન્ય વિદ્યાર્થીઓ પોતાના ટેસ્ટ કરાવતા અન્ય ત્રણ મળીને કુલ ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ટેક્નોલોજી ફેકલ્ટીમાં એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના હેડ અને ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આજે ગર્લ્સ હોસ્ટેલ ખાતે ટેસ્ટિંગ શરૂ કરાયું છે અને ૨૨મીએે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ ખાતે પણ ધન્વંતરી રથના માધ્યમથી ટેસ્ટ કરાશે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૨૨૫૨ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૮૬,૩૪૬ ઉપર પહોંચી ગઇ છે. બુધવારે વધુ ૯૩૭ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૬,૧૯૭ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૪ દર્દીના મોત થયા છે. ત્રીજી લહેરના ૧૪ દિવસમાં શહેર-જિલ્લામાં કોરોનાના કેસનો આંક ૧૩૦૦૦ને પાર થઇને ૧૩૧૧૧ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/