fbpx
ગુજરાત

પાટણમાં કોરોનાની વ્યવસ્થાઓનું રિજિયોનલ કમિશ્નરે નિરીક્ષણ કર્યું

સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેને લઇને સરકાર દોડતી થઇ છે. કોરોનાના આ સંક્રમણને રોકવા માટે વિવિધ જિલ્લાઓમાં રિજિયોનલ કમિશ્નરની ટીમને કોરોના અંગેની વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવી રહી છે.

ત્યારે ગાંધીનગરના રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી ડી.કે. પારેખ પાટણની મુલાકાતે આવ્યા હતા. તેમણે પાટણ શહેરમાં કોરોનાને પગલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વોર્ડ વાઈઝ વ્યવસ્થા, જનતા ક્લિનિક, વેક્સિનેશન સેન્ટરો, ટેસ્ટીંગ, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સહિતની કામગીરી નિરીક્ષણ કર્યું હતું. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે રિજિયોનલ કમિશ્નરે જણાવ્યું હતું કે પાટણ વહીવટીતંત્ર દ્વારા વિવિધ એનજીઓના સહયોગથી વોર્ડ વિસ્તારોમાં જનતા ક્લિનિક, કોરોના રસીકરણ, કોરોના ટેસ્ટિંગની કામગીરીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

પાટણ વહીવટી તંત્રની આ કામગીરીને તેમણે બિરદાવી હતી.પાટણમાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં કરાયેલી વ્યવસ્થાનું ગાંધીનગર રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપલટીના અધિકારીએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ અધિકારી-કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/