fbpx
ગુજરાત

સુરતમાં ઘરથી ભાગીને આવેલી કિશોરી સાથે ગેંગરેપ

દોઢ વર્ષ પહેલાં એટલે કે, ૧૫ વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જાેકે દાનત બગડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવર નવર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો. કિશોરીને રૂમ બદલતા બદલતા સુરજસિંગનો સંપર્ક બીજા બે જણા સાથે થયો હતો. ઘરે અવર જવર રહેતા બન્ને મિત્રોની નજર કિશોરીને જાેઈ બગડી હતી.

જેને લઈ સુરજસિંગના બન્ને મિત્રો થોડા સમય પહેલા ૧૬ વર્ષીય કિશોરીને એસએમસી આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરજસ્તીથી શારિરીક સંબંધ બાંધ્યા હતા. જેનો વિરોધ કરતા સૂરજે કિશોરી સાથે મારઝૂડ કરતા કિશોરી ઘર છોડી ચાલી ગઈ હતી. દુષ્કર્મ બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નીચરની દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતા તેમણે સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જાેકે આ બાબતની જાણ સુરજસિંગને થઈ જતા એ સંજયભાઈના ઘરે કિશોરીને મળવા આવતા તમામ હકીકત બહાર આવી હતી. જેને લઈ સંજયભાઈની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વાર ખખડાવતા પોલીસે ત્રણ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેઇન કર્યા હતા.સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં કોઈ સુધારો ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કિશોરીઓ એક પછી એક પીંખાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે.

ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. જેથી ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપીસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઈ કે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, લગ્ન ન કરવાને લઈ ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેણીના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે.કિશોરી ધોરણ-૯ સુધી નો અભ્યાસ કર્યો છે. માતા એ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હજી મેડિકલ તપાસ બાકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/