fbpx
ગુજરાત

અમદાવાદ સિવિલમાં ૧૫થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ ગઈ

રાજ્યમાં ૮૫ ટકાથી વધુ લાઈવ ઓર્ગન ડોનેશન ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેમાં કિડની ફેલ થયેલા દર્દીને પરિવારના લોકો કિડની આપતા હોય છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, અમદાવાદની કિડની હોસ્પિટલમાં દોઢ મહિનામાં ૩૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ, જેમાં વૈકલ્પિક ઈન્જેક્શન વપરાતા કિડની ફેલ થવાનો ૫૦ ટકા રેશિયો આવ્યો. યુરોપ બનાવટના કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે જરૂરી આ ઈન્જેક્શન યુએસ, યુરોપ, કેનેડા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયામાં વપરાય છે અને ભારતમાં પણ અત્યારસુધી આ ઈન્જેક્શન જ વપરાયાં છે. આશરે ૯૦ હજાર જેટલાં આ ઈન્જેક્શન દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પાસે આવીને પડ્યાં છે, પણ ત્યાંથી રિલીઝ કરવામાં આવી રહ્યાં નથી. આરોગ્ય વિભાગનાં સૂત્રો કહે છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ ૧૫ કિડની ફેલ થઈ છે, જેમાં તમામ કિડની અંગદાનથી મળી હતી.

એને કારણે અંગદાન માટેની જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવેલી મહેનત પાણીમાં ગઈ છે. ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ૨૦મી જાન્યુ.ના રોજ પીએમના પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ પર પત્ર લખીને આ ઈન્જેક્શન કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી ગણાવ્યું હતું. કેન્દ્રની એનઆઈબી ૬-૭ મહિનાથી ઇન્જેક્શન રિલીઝ કરતી નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ થઈ શકે છે જ્યારે હ્યુમન લ્યુકોસાઈટ એન્ટિજન્સ મેચિંગ આવે, પરંતુ જ્યારે સ્પાઉસ ડોનર અથવા કેડેવરમાંથી કિડની લેવાની હોય ત્યારે કિડની બહારના ઓર્ગનને રિજેક્ટ કરે નહીં એ માટે ઇન્જેક્શન જરૂરી છે.રાજ્ય સરકાર પાસે છેલ્લા ૬-૭ મહિનાથી હાઈ રિસ્ક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વપરાતાં જરૂરી ઈન્જેક્શન ઉપલબ્ધ નથી. બીજી રીતે સમજીએ તો પતિ અથવા પત્નીની બંને કિડની ફેલ થઈ હોય એવા સંજાેગોમાં તેઓ એકબીજાને કિડની આપવા માગે અથવા બ્રેનડેડ દર્દીમાંથી કિડની દાનમાં મળે એ જરૂરિયાતમંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે એને હાઈ રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે.

યુરોપની બનાવટના આ ઈન્જેક્શને દર્દીને ટ્રાન્સપ્લાન્ટ વખતે આપવું ફરજિયાત છે, પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર પાસે આ ઈન્જેક્શન ઉપલબ્ધ નથી, માટે ડૉક્ટરો યુએસએફડીએની મંજૂરી વગરના વૈલ્પિક ઈન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે, જેના પરિણામે ચાર મહિનામાં ૧૫થી વધુ દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ ફેલ થઈ ચૂકી છે. પતિ અથવા પત્ની પોતાના સ્વજનને પ્રેમથી કિડની આપે છે અને એ કિડની ઈન્જેક્શનના અભાવે ફેલ થઈ જાય એ અત્યંત ગંભીર છે. સિવિલ કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલમાં આ ઈન્જેક્શન નહીં હોવાના કારણે ૧૪૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓ ઈનવેઈટિંગ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/