fbpx
ગુજરાત

અમદાવાદમાં પતિથી કંટાળી પત્ની આપઘાત કરવા જતા અભયમની ટીમે બચાવી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાની પતિ સાથે લડાઈ થઈ હતી. લડાઈ પછી તે ઘરેથી નીકળી ગઈ અને રિક્ષામાં બેસીને રિવરફ્રન્ટ નજીક આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. રિક્ષાચાલકને આ વાતની જાણ થઈ તો તેણે સૂઝબૂઝ વાપરીને ૧૮૧ પર ફોન કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી અને અભયમની ટીમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. અભયમની ટીમ પહોંચી ત્યાં સુધી રિક્ષાચાલકે મહિલાને પકડી રાખી હતી.

સૌપ્રથમ તો અભયમની ટીમે મહિલાને શાંત કરાવી અને પછી સમસ્યા વિષે વિસ્તારપૂર્વક વાત કરી. મહિલાએ જણાવ્યું કે, તે પતિ, બે દીકરા અને એક વહુ સાથે રહે છે. જ્યારે મહિલાએ પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધને લગતો પ્રશ્ન કર્યો તો તે ઉશ્કેરાઈ ગયો હતો અને મારપીટ કરવા લાગ્યો. તેણે મહિલા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો. પતિ અવારનવાર ઘર છોડીને જતા રહેવાની ધમકી પણ આપતો હતો. આ તમામ વાતોથી કંટાળીને મહિલાએ આપઘાત કરવાનો ર્નિણય લીધો. અભયમની ટીમે કાઉન્સિલિંગ કર્યું અને મહિલાને તેના ઘરે લઈ ગયા.

પતિએ ફરિયાદ કરી કે મહિલા નાની-નાની વાતોમાં જીત કરતી હતી. ટીમે પતિને જણાવ્યું કે મારપીટ કરવી એ ગુનો છે. મહિલાને પણ સમજાવ્યું કે આપઘાત કરવાનો વિચાર કોઈ પણ સંજાેગોમાં યોગ્ય નથી.અમદાવાદમાં પતિ અને પત્ની વચ્ચેનો વિવાદ ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. શહેરમાં આવા અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે જેમાં પતિના ત્રાસથી કંટાળીને પત્ની પોલીસ ફરિયાદ સુધી પહોંચી જતી હોય છે. ઘણી મહિલાઓ એવી હોય છે જે આ સ્થિતિથી છૂટકારો મેળવવા માટે આપઘાત કરી લેવાનો વિચાર કરે છે. તાજેતરમાં જ અમદાવાદમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં હેલ્પલાઈન અભયમ તેમજ એક રિક્ષાચાલકની સૂઝબૂઝને કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે અને તેમના લગ્નજીવનને પણ પાટા પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/