fbpx
ગુજરાત

વડોદરામાં મહિલા અધિકારીને ધમકી આપવા બદલ કિરીટ પટેલની ધરપકડ

કારેલીબાગ પોલીસે વુડાના મહિલા અધિકારીને ધમકી મામલે કિરીટ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ધરપકડ કરી છે. કિરિટ પટેલની ધરપકડ થતાં વડોદરાની બિલ્ડર લોબીમાં મોટો હોબાળો મચી ગયો છે. કિરિટ પટેલને પોલીસે અટકાયતમાં લઇ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને બાદમાં સત્તાવાર રીતે ધરપકડ કરી છે. કિરિટ પટેલની ધરપકડ થતાં તેમના કેટલા સમર્થકો પોલીસ સ્ટેશન આવી ગયા હતાં. શહેરની વુડાનાં મહિલા અધિકારી સાથે ગાળાગાળી કરી જાેઇ લેવાની ધમકી આપવા બદલ આર્કિટેક્ટ કિરીટ પટેલ સામે ગુનો નોંધાયો હતો. કારેલીબાગ પોલીસે કિરીટ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેથી ખળભળાટ મચી ગયો હતો. ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરીને આપી હતી, જેથી તે બાબતે કિરીટ પટેલે બોલાચાલી કરી ગાળાગાળી કરી હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં લગાવાયો હતો. વુડા કચેરીમાં નગર નિયોજક વિભાગમાં ફરજ બજાવતાં મહિલા અધિકારીએ કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આર્કિટેક્ટ કિરીટ અંબાલાલ પટેલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનું કામ વિકાસ પરવાનગી મેળવવાનું છે. તેઓ એન્જિનિયર ઓનરેકર્ડ તરીકે વુડામાં લાયસન્સ ધરાવે છે. કિરીટ પટેલે ભાયલીની જમીનમાં ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવાની અરજી કરી નકશા રજૂ કર્યા હતા. જેમાં અડધી જમીનમાં મેળવેલી પરવાનગીનો નંબર નકશામાં લખી રજૂ કરી હતી, જે અનુસાર અગાઉ મેળવેલી બાંધકામ પરવાનગી પરત્વે નિયમાનુસાર ફી વસૂલવાની થાય છે પણ તેમાં બાંધકામ ક્ષેત્રફળની વિગતો રજુ કરી ન હતી. અરજીમાં વિકાસ ચાર્જની રકમ પણ લખી હોવાથી તેમની પાસે આધાર-પુરાવા માગતા રજૂ કર્યા ન હતા અને બુમાબુમ કરી હતી. પ્રવર નગર નિયોજક પાસે જઇ આઇએએસ અશોક પટેલ પાસે ગયા હતા અને ત્યાં પણ તેમણે ઉદ્ધતાઇપૂર્વકનંર વર્તન કર્યું હતું. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા પણ ત્યાર બાદ ૭ ફેબ્રુઆરીએ તેઓ ફરજ પર આવ્યા ત્યારે કિરીટ અંબાલાલ પટેલ ફરીથી ઓફિસે આવ્યા હતા, તેમની પાસે ફાઇલ માંગતા તેમણે પ્રવર નગર નિયોજકને મળવા જણાવ્યું હતું જેથી ત્યારબાદ તેમને ત્યાં બોલાવાતા કિરીટ પટેલ પણ ત્યાં બેઠેલા હતા અને પ્રવર નગર નિયોજક મહેશ પટેલે તેમની પાસે ચલણ માગતા તેમણે ચકાસણી બાકી છે.

હજું ૨૦થી ૨૫ મિનીટ થશે તેમ કહેતા કિરીટ પટેલ ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી સરકારી કામકાજમાં રુકાવટ કરી હતી તથા ધમકી આપી હતી કે તું આ ઓફીસમાં કેવી રીતે કામ કરે છે હું તને જાેઇ લઇશ. જેથી મહિલા અધિકારી ગભરાયા હતા અને તેમણે ઉપરી અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. ઓફિસમાંથી મંજૂરી મળતાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જ્યારે આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર્સ એસો.ના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અમે આવેદનપત્ર આપ્યું હતું તેની સામે ભ્રષ્ટાચારીઓએ મારા વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે, વાસ્તવમાં આવું કાઈ નથી. આગામી સમયમાં આ તમામ કૌભાંડીઓના કૌભાંડ બહાર આવશે એ ચોક્કસ વાત છે. કિરીટ પટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરી આપી હતી. જેથી તે બાબતે તેમની સાથે બોલાચાલી કરીને ૭ ફેબ્રુઆરીએ વુડા કચેરીમાં આવી ગાળાગાળી કરી હતી અને જાેઇ લેવાની ધમકી આપી સરકારી કામકાજમાં રુકાવટ ઉભી કરી હતી.શહેરના વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નાં મહિલા અધિકારી સાથે ગાળાગાળી કરી જાેઇ લેવાની ધમકી આપવા બદલ આર્કિટેક્ટ કિરીટ પટેલ કારેલીબાગ પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/