સુરત એરપોર્ટ પર દિપીકા પાદુકોણે એડનું શૂટીંગ કર્યું
બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટેક્સટાઈલની એક બ્રાંડ માટે સુરત એરપોર્ટ પર શૂટીંગ કર્યુ હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ ચાહકોની ભીડ એરપોર્ટ પર દોડી ગઈ હતી. અભિનેત્રી દીપિકા પાદુકોણે સુરત એરપોર્ટ પર એક ટેક્સટાઈલ એકમની સાડીની જાહેરાતનું શૂટીંગ નોન એપ્રન રનવે પર કર્યુ હતું. સવારે ૧૧થી સાંજે ૬ દરમિયાન નોન એપ્રન રનવે પર શૂટીંગના કારણે દિવસ દરમિયાન કોઈ પણ શિડ્યુલ ફ્લાઈટને અસર જાેવા મળી નથી. ઉલ્લેખનીય છે કે, ૨૨ સીટરના બે ચાર્ટડ પ્લેનમાં મુંબઈથી ટીમ સુરત એરપોર્ટ પર શૂટીંગ માટે આવી હતી. બપોરના સમયે અભિનેત્રી વીઆઈપી લોન્જમાં જતી હોય તે સમયના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ચાહકોએ જણાવ્યું હતું કે,દીપિકાની સુંદરતાની એક ઝલક જાેવા યુવતીઓ જ નહીં પણ યુવકોની ભીડ પણ દોડી હતી. જાેકે દીપિકાને નજીકથી જાેવા ન મળતાં તમામ નર્વસ થયા હતા. નિયમો મુજબ કોઈને પણ રન વે પર જવાની મંજૂરી મળી ન હતી અને દીપિકાને એના ચાહકોને મળવાનો સમય ન હતો. જાેકે સુરતી યુવક-યુવતીઓમટ્ઠાં દીપિકાને જાેવાનો ઉત્સાહ જાેરદાર હતો.
Recent Comments