ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા. ૨૧ ફેબ્રુઆરી થી ૨૧ માર્ચ દરમિયાન અરજી કરી શકશે
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવ્યું છે. આ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા. ૨૧ ફેબ્રુઆરી થી ૨૧ માર્ચ દરમિયાન અરજી કરવાની રહેશે જીલ્લા નાં ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ લે અને આ માટે નિયત સમયમાં અરજી કરવાની રહેશે.ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. પરંતુ, ઓનલાઇન કરેલી અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વમંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે.
Recent Comments