fbpx
ગુજરાત

વડોદરામાં સગીરાએ ૧૮૧ અભયમની ટીમને મદદ માટે બોલાવી

વડોદરા મહિલાના પ્રથમ પતિનું મૃત્યું થયું હતું. બે સગીર દીકરીઓ સાથે સાંસારિક જીવન જીવવું મુશ્કેલ જણાતા તેણીએ બીજા લગ્ન કર્યાં હતા અને પોતાની સાથે બંને દીકરીને સાસરીમાં લઈ ગયા હતા. થોડા સમય સુધી ઓરમાન પિતાએ પોતાની પત્નીની સાથે આવેલી બે દીકરીઓ પૈકી મોટી દીકરી ઉપર દાનત બગાડવાનુ શરૂ કર્યું હતું. અવારનવાર વહાલ કરવાના ઓથા હેઠળ સગીરાની શારીરિક છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જે અંગે સગીરાએ પોતાની માતાનું પણ ધ્યાન દોર્યુ હતું. સગીરાએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું હતું કે, “મારા ઓરમાન પિતા અવારનવાર જાતીય છેડછાડ કરે છે અને આ અંગેની ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપે છે.

મારી માતા પિતાને સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે મમ્મીને અને મને માર મારે છે. મને મદદ કરો’ સગીરાની રડમસ અવાજે સાભળેલી ફરિયાદને અભયમ ટીમે ગંભીરતાથી લઈ પાદરા મદદે પહોંચી ગઇ હતી. સગીરા પાસે પહોંચેલી અભયમની ટીમે પ્રથમ સગીરાને સાંત્વના આપી હતી અને ઓરમાન પિતાના ત્રાસમાંથી મુક્ત કરાવવા ખાત્રી આપતા, સગીરાએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન, અભયમ ટીમે સગીરાને સાથે રાખી ઓરમાન પિતા દ્વારા હેરાનગતી બંધ થાય તે માટે ઓરમાન પિતા સામે સેગવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્વરીત કાર્યવાહી હાથ શરૂ કરી હતી. ઘરમાં જ પુત્રીઓ સલામત નથી તો તેનું રક્ષણ તમે શું કરવાના છો ?

આ કૃત્ય સામાજીક અને કાયદાકીય અપરાધ છે. સગીરાએ જણાવ્યું હતું કે, મારી સાથે જે હરકત કરવામાં આવી તે મારી નાની બેન સાથે પણ થઈ શકે છે. જેથી અમારે રક્ષણની જરૂર છે જેથી સેગવા પોલીસ સ્ટેનશનમાં દીકરી ઉપર દાનત બગાડનાર પિતા સામે ફરિયાદ કરવામાં આવી છે.ઓરમાન પિતા દ્વારા થઇ રહેલી છેડછાડ અને ત્રાસથી કંટાળેલી સગીરાને ૧૮૧ અભયમ ટીમની મદદે પહોંચી હતી અને સગીરાની ફરિયાદના આધારે દીકરી ઉપર દાનત બગાડનાર પિતા સામે સેગવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ અભયમ ટીમને રડતા.. રડતા જણાવ્યું કે, મારી નાની બહેન સાથે પણ અજુગતું થઇ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/