fbpx
ગુજરાત

વડોદરાના વૃદ્ધને અંધારામાં રાખી વિલ કરાવી લીધું

હું અમિતનગર પાસે આવેલા મંદિરે દર્શન કરવા જતો ત્યાં આ માતા છાયા ખરાદી અને દીકરી નીતિ ખરાદી મને મળ્યાં હતા. હું બીમાર હતો ત્યારે મારી સેવા કરવા અને મદદે આવતા હતા. એપ્રિલ મહિનામાં હું બીમાર પડ્યો ત્યારે તેઓ મને હોસ્પિટલમાં લઇ જવાનો છે એમ કહી કુબેરભવન લઇ ગયા હતા અને મને અંધારામાં રાખી સહીઓ કરાવીને વિલ બનાવી લીધું હતું.

આ સાક્ષીમાં નીતિ ખરાદીની સોસાયટી બાલાજીનગરમાં જ રહેતા શ્વેતા તરંગ પટેલ અને ચાવડા શરણ નીતિનભાઇને રાખવામાં આવ્યાં હતા. મને જ્યારે અજુગતું લાગ્યું ત્યારે મેં મા-દીકરીને ફોન કરીને પૂછ્યું તો તેમણે મને મારુ વિલ બનાવી નાંખ્યું હોવાનું કહ્યું હતું અને મારા મર્યા બાદ મારી મિલકત નીતિને મળશે તેવું લખ્યું હોવાનું જણાવ્યું હતું.’ તેમ કારેલીબાગ અજિતાનગર-૨માં પત્નીના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા ગોપાલ શાહે હરણી પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે. વૃદ્ધે તેમની પર મિલકત પડાવી લેવાનો અને તેમના ઘરમાં સોનાના દાગીનાઓ ચોરીને હાથ સાફ કરવાનો આક્ષેપ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેની પુત્રી પર મૂક્યો છે. ગોપાલ શાહે આક્ષેપ કર્યો કે, મેં વિલની કોપી આપવા કહ્યું હતું, ત્રણ મહિના કાલાવાલા બાદ મચક ન આપતા મેં વિજય શાહનો સંપર્ક કરી હરણી પોલીસમાં અરજી આપી છે. ગોપાલભાઇ બીમાર હતા.

એકલાવાયા અને અમને સપોર્ટ કરતા હોવાથી અમે ઘરે જ નહીં હોસ્પિટલ પણ સેવા માટે જતાં હતા. તેમણે જ અમને તેમની મરજીથી વિલ માટે બોલાવ્યાં હતા. હવે કોઇના ચઢાવવાથી તેમણે આ ફરિયાદ નોંધાવી છે. અમે ચોરી કરી નથી. અમે તેમને જ્વેલર્સ પાસે પણ ખરીદી કરવા પણ લઇ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/