fbpx
ગુજરાત

માંડવીના બીચ પર આગામી દિવસોમાં કચ્છની પહેલી ૫ સ્ટાર હોટલ બનશે

ગુજરાતમાં માંડવી બિચ પર પહેલી ૫ સ્ટાર હોટલ બનવા જઇ રહી છે. આ હોટલનું નામ ‘હોટલ ક્લિફ’ રાખવામાં આવશે. જે ૧૮ એકરની જમીનમાં તૈયાર થશે. સર્વે નંબર ૨૬૮ પર ક્રાંતિ તિર્થમાં આ પ્રોજેક્ટ બનશે જેમાં ૧૭૨ રૂમ હશે. જેમાંથી ૯૨ રૂમ સિ ફેસિંગ હશે. બે લાખ સ્ક્વેર ફિટમાં હોટલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જે માટે ગુજરાત સરકાર દ્વારા MOU સાઇન કરવામાં આવ્યાં છે. આ માટેનાં કેટલાંક અપ્રૂવલ લેવાનાં બાકી છે જ્યારે કેટલાંકને મંજૂરી મળી ગઇ છે. આવનારા એક મહિનામાં કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થઇ જશે. પ્રોજેક્ટનું નિર્માણ કામ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઇ જશે. જે બાદ કોમર્શિયલ બેઝિઝથી હોટલ જૂન ૨૦૨૩ સુધીમાં તૈયાર થઇ જશે આ પ્રોજેક્ટનાં એક પાર્ટનર અનંતભાઇ તન્ના છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે નવાં પ્રકારની આ પાર્ટનરશીપ છે. જેમાં ૩૦ થી ૪૦ ટકા રૂમ તેમનાં છે. ઓનરને તે રૂમનું જે કરવું હોય તે કરી શકે છે. તે આ રૂમ કોઇ કંપનીને લિઝ પર આપી શકે છે તેના પર ઇનવેસ્ટમેન્ટ કરી શકે છે. કચ્છનાં માંડવી તિર્થમાં તૈયાર થશે ‘હોટલ ક્લિફ’, આ ફાઇવ સ્ટાર હોટલ ગુજરાતનાં ટુરિઝમને નવો વેગ આપશે. ગુજરાત સરકારનાં આ નિર્ણયથી કચ્છની કાયાપલટ થશે, જેને કારણે ટૂરિઝમને વેગ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/