ગુજરાત બજેટ 2022; 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટનું રજૂ થયું,ગૃહ-વિભાગ માટે 8,325 કરોડની જોગવાઈ
ગુજરાતનું વર્ષ 2022-2023 માટે 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટનું રજૂ કર્યું છે* *નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ગૃહવિભાગ માટે 8325 કરોડની જોગવાઈ કરવામાં આવી છે*પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે 2256 વાહનો ખરીદવા રૂ.183 કરોડની જોગવાઈ •ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેના માટે જોગવાઇ રૂ.41 કરોડ. •પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ કરેલ છે. રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે જોગવાઇ રૂ.861 કરોડ.જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે જોગવાઇ રૂ.158 કરોડ.વિશ્વાસ પ્રોજેકટ તથા અન્ય આઈ.ટી. પ્રોજેકટ માટે જોગવાઈ રૂ.70 કરોડ.ડ્રીમ સિટી સુરત અને ગીફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.બોર્ડર એરીયાની સિક્યોરીટી વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત હાર્ડવેર અને સોફટવેરની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.28 કરોડ. હાલની ટુ ફીંગરના સ્થાને ફાઇવ ફીંગર આધારિત ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે જોગવાઈ રૂ.34 કરોડ.પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ જોગવાઈ રૂ.15 કરોડ. બોમ્બ ડીસ્પોઝલની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ.5 કરોડ. •જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા જોગવાઇ રૂ.3 કરોડ.
Recent Comments