fbpx
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહે દાંડી સાયકલ યાત્રાને ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યાં છે. તેમણે ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં ભાગ લીધો હતો. હવે તેમણે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડી કૂચની ૯૨મી વર્ષગાંઠ પર દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત આ સાયકલ યાત્રા અમદાવાદથી દાંડી સુધી જશે. આ યાત્રા ગ્રામ સ્વરાજ અને આર્ત્મનિભર ભારતની સંકલ્પનાનો પ્રચાર કરીને તેને બળ આપવાનું કામ કરશે. વડાપ્રધાન મોદી જે શિક્ષણનીતિ લાવ્યાં છે તેમાં ગાંધીજીના વિચારોને સમાવી લેવાયાં છે. દાંડી યાત્રા એ માત્ર જનજાગૃતિનો કાર્યક્રમ નહોતો. અંગ્રેજાેની હિંમત નહોતી કે ગાંધીજીને દાંડીયાત્રામાંથી પકડીને લઈ જાય.કોચરબ આશ્રમે જ મોહનદાસને મહાત્મા બનાવ્યાં.દેશ શરૂઆતથી જ ગાંધીજીના વિચારો પર ચાલ્યો હોત તો અનેક સમસ્યાઓ ના હોત. ગાંધીજીની દાંડીયાત્રાથી સમગ્ર દેશમાં ચેતના જાગી હતી. દાંડી યાત્રાથી ગાંધીજીએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. દાંડી યાત્રા નીકળી ત્યારે સંપર્કના સાધનો નહોતા. સત્યની તાકાતના કારણે દરેક શબ્દ દેશભરમા પહોંચતો હતો. ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ મોહનદાસ ગાંધીએ અંગ્રેજાેના મીઠા પર ટેક્સ લગાવવાના ર્નિણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.

તેના અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની ૨૪૧ માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ત્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજાેના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આજથી ૯૨ વર્ષ પહેલાં ૧૨ માર્ચના રોજ મોહનદાસ ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરીરૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે. તેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. અમદાવાદ પાસે આવેલા પીરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વની બેઠક ચાલી રહી છે. જેમાં અખિલ ભારતીય પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર છે. તેમાં બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ-ગાંધીનગર શહેરમાં છે. ત્યારે સંઘની બેઠક સ્થળની નજીક જ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. જેને લઇને તર્ક-વિતર્ક સર્જ્‌યા છે કે, શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘની બેઠકમાં ભાગ લેવા આવશે કે કેમ? દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના પ્રવાસે છે, ત્યારે તેઓ પણ અહીં આવે એ શક્યતા છે.

એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને અખિલ ભારતીય સ્તરના સંઘના હોદ્દેદારો અમદાવાદમાં છે. બીજી તરફ દેશના પ્રધાનમંત્રી પણ અમદાવાદ જ મહત્તમ સમય ગાળવાના છે. સંઘની દ્રષ્ટિએ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની આ બેઠક સંઘના વિવિધ કાર્યક્રમો અને રણનીતિને સંદર્ભે ખૂબ મહત્વની માનવામાં આવે છે. એ સવાલ પહેલાથી ચર્ચાઇ રહ્યો હતો કે, શું સંઘની આ બેઠકમાં પ્રધાનમંત્રી આવશે કે કેમ? હવે આ સવાલની વચ્ચે સંઘની બેઠક સામે જ એટલે કે ૧૦૦ મીટરના અંતરે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/