fbpx
ગુજરાત

વિજાપુરમાં આઈસર ગાડીના કેબીન પર બેઠેલો યુવક પટકાતા મોત

મહેસાણા જિલ્લામાં અવાર નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે વિજાપુર પંથકમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મજૂરી કરવા ગયેલો એક યુવક આઇસરના કેબીન પરથી નીચે પડી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાને પગલે યુવકનો પરિવાર શોકમય બન્યો છે.

વિજાપુરમાં આવેલ કોટડી અંબિકા નગર ખાતે પોતાના મામા પાસે રહેતો ૨૨ વર્ષીય અરવિંદજી ઠાકોર સવારે પોતાના મામાને “બટાકાની ગાડી ભરવાની મજૂરી એ જાઉં છું” એમ કહી ઘરેથી બપોરે નીકળ્યો હતો. જ્યાં યુવક બટાકા ભરવાની આઇસર ટ્રકના કેબીન પર બેઠો હતો. એ દરમિયાન ભાવસોર સાંઈબાબા મંદિર પાસે આઇસરના ડ્રાઇવરે એકાએક બ્રેક મારતા કેબીન પર બેસેલો યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં અકસ્માત સર્જ્‌યા બાદ આઇસર ચાલક પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં અન્ય મજૂરો એ ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે યુવકને વિજાપુર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં માથાના ભાગે યુવકને ગંભીર ઇજાઓ થતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના મામા રાજુજી મથુરજીએ (જીજે-૦૪-એક્ષ-૭૨૬૭) નંબરની આઇસર ગાડીના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/