fbpx
ગુજરાત

સુરતમાં લિવ ઇન માં રહેતા મહિલા નું પુરુષેજ ગળું કાપી હત્યા કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગૌતમ પાર્ક સોસાયટીમાં આવેલા ઘર નબર ૧૫૮ના પહેલા માળે રહેતા પ્રકાશભાઈ રણછોડભાઈ પટેલની સાથે સ્નેહલતા બેન રહેતા હતા. પ્રકાશભાઈની અગાઉ બીજી પત્ની પણ છે. ગતરોજ તેઓ રાબેતા મુબજ દુકાને હતા ત્યારે તેઓની પત્નીનો વિડીયો કોલ નહી આવતા તેઓને અજુગતું લાગતા તેઓ ઘરે ગયા હતા. ઘરે જઈને જોયું તો સ્નેહલતા બેન લોહી લુહાણ હાલતમાં પડી હતી. તેણીને ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરાઈ હતી. સોસાયટીની અંદર ઘરના પહેલા માળે મહિલાની હત્યા કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બાદ પ્રકાશભાઈએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ હતી પોલીસની તપાસમાં મૃતક મહિલાનું નામ સ્નેહલતાબેન શંકરભાઈ બનવારી હોવાનું બહાર આવ્યું હતું. અને તે પ્રકાશ ભાઈ સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી. અને તેઓને સંતાનમાં એક દીકરી પણ છે. જે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્નેહલતા બેન અવાર નવાર મિલકત પોતાના નામે કરાવવા માટે ટોર્ચરિંગ કરતા હતા. જેનાથી કંટાળી સવારમાં પૂજા કરવા બેઠા હતા તે દરમ્યાન જ તેનું ગળું કાપી હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કાપોદ્રામાં મહિલાની હત્યાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહિલાની લાશ પાસે તેઓની એક વર્ષની બાળકી લોહીના ખાબોચિયામાં રમી રહી હતી. જો કે તેનો પતિ શંકાસ્પદ લગતા તેની કડક પૂછપરછ કરી હતી. અને પોલીસ તપાસમાં તેણે જ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. મૃતક મહિલા મૂળ નેપાળની વતની છે. તેઓ છેલ્લા ૩ વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા. આરોપી પ્રકાશ ઝેરોક્ષ મશીનની રીપેરીંગનું કામ કરે છે. મુંબઈમાં બંનેની મુલાકાત થઇ હતી અને બાદમાં છેલ્લા ત્રણ વર્ષથી તેઓ લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/