fbpx
ગુજરાત

અમદાવાદમાં યુવતીના આપઘાત મામલે ૪ મહિલા અને ૨ પુરુષો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ગત ૧૦મી માર્ચે નિકોલના બ્યુટી પાર્લરમાં કામ કરતી ૨૧ વર્ષની યુવતીને સોનાની ચેન ચોરી થવા મુદ્દે તથા અન્યની વાત કરવા બદલ ઝગડો થયો હતો. આ ઝગડો બ્યુટી પાર્લરના માલિક પ્રિયંકા અને તેમની મિત્ર ઝરણાં, નિતા અને પૂજા સાથે થયો હતો. ઝગડો થયા બાદ યુવતી સાંજે ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ પરિવારે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં સંપર્ક થઈ શક્યો નહોતો. બીજા દિવસે યુવતીની લાશ અસલાલી લિન્ક કેનાલમાંથી મળી આવી હતી. જેનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું અને મૃતક યુવતીના પરિવારને જાણ કરવામાં આવી હતી.

બ્યુટી પાર્લરમાં થયેલા ઝગડાને કારણે જ તેમની દીકરીએ આપઘાત કર્યો છે. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ૪ મહિલાઓ અને ૨ પુરૂષ સહિત ૬ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની માતાની ફરિયાદના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં નિકોલમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતીએ બારેજા ખાતેની નર્મદા કેનાલમાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. યુવતી જે પાર્લરમાં નોકરી કરતી હતી ત્યાં એક મહિલા ગ્રાહકની સોનાની ચેઈન ખોવાઈ જતાં બ્યુટી પાર્લરની મહિલા માલિકે યુવતીએ તે ચેઈન ચોરી હોવાનો આક્ષેપ કરાયો હતો. ચોરીના આક્ષેપોથી તંગ આવીને યુવતીએ આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતક યુવતીના પરિવારે બ્યુટી પાર્લરના માલિક સહિત ૬ લોકો સામે ફરિયાદ કરતાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/