fbpx
ગુજરાત

વડતાલમાં રંગોત્સવ:સ્વામિનારાયણ મંદિરમાં ભારે ઉત્સાહ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો,વિશાળ ફુવારાથી ભક્તોને રંગવામાં આવ્યા એસજીવીપી ગુરુકુળના માધવપ્રિય દાસ સ્વામીએ રંગોત્સવ કથાનો લાભ આપ્યો

સંતોએ હરિભક્તો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસજીવીપી ગુરુકુળના માધવપ્રિય દાસજી સ્વામી સવારે 8થી 11 કલાક દરમિયાન રંગોત્સવ કથાનો લાભ આપ્યો હતો. વડતાલ મંદિરમાં પૂનમિયા ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યું હતું. ભારે ઉત્સાહ સાથે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતોએ હરિભક્તો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. ફુવારાથી કલર ઉડાડવામાં આવ્યો રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે. ભગવાન શ્રીહરિ, વડતાલ જ્ઞાનબાગમાં સંતો-હરિભકતો સાથે રંગે રમ્યા હતા. તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આજે ક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલા વિશાળ ચોકમાં ભક્તોની ભીડ જામી હતી. જેમના પર ફુવારાથી કલર ઉડાડવામાં આવ્યો હતો. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરાયો આ રંગોત્સવમાં 5 હજાર કિલો રંગબેરંગી ગુલાલ તથા 1000 કિલો ધાણી – ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દેવોને કેસુડાનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવ્યો છે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવ્યું હતું. અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલા વિશાળ ચોકમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/