fbpx
ગુજરાત

ભગવાન કૃષ્ણના લગ્નપસંગે યોજાતો મેળો રાષ્ટ્રીય ફલકપર…તા.૧૦ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માધવપુરના મેળામાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ

કોરોનાકાળના બે વર્ષ બાદ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે પાંચ દિવસના રાષ્ટ્રીયકક્ષાના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું પણ આયોજન થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાનની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ચાર રાજ્યના મુખ્યમંત્રી પણ આ મેળામાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 
માધવપુરમાં વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અત્યારસુધી ગ્રામ પંચાયત દ્વારા આ લગ્નોત્સવને લઇને મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ વર્ષ ર૦૧૮થી આ મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર લઇ જવામાં આવ્યો છે. કોરોનાકાળને કારણે મેળાને બે વર્ષની બ્રેક લાગી હતી. જો કે આ વર્ષે રાજ્ય અને કેન્દ્રના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તા.૧૦ થી ૧૪ એપ્રિલ સુધી યોજાનાર આ રાષ્ટ્રીયકક્ષાના મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી પુરી શક્યતાઓ છે. જો કે વિધિવત રીતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માધવપુરના મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આવતા મહિને વડાપ્રધાનના દ્વારકાના કાર્યક્રમનું પણ આયોજન ચાલી રહ્યું છે. સાથે સાથે તેઓ માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહે તેવું સુત્રોમાથી જાણવા મળી રહ્યું છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જો સહભાગી બનશે તો આ મેળો ઐતિહાસીક બની રહેશે. કારણ કે અત્યારસુધીના ઇતિહાસમાં માધવપુરમાં યોજાતા ભગવાનના વિવાહ ઉત્સવ અને મેળામાં વડાપ્રધાનની ઉપસ્થિતી જોવા મળી નથી. માધવપુરમાં માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ વિવાહ કર્યા હતા જેના કારણે આ સ્થળનું ઐતિહાસીક ધાર્મિક મહત્વ પણ રહેલું છે. દેશ-વિદેશમાં ભગવાનના લગ્નોત્સવનો મહિમા ઉજાગર થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવપુરના મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું છે અને હવે તેઓ ખુદ પણ આ મેળામાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ચાર રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજકીય મહાનુભાવોના આગમનને પગલે માધવપુર અને પાતા સહિતના સ્થળોએ હેલીપેડ બનાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માધવપુરના મેળામાં ઉપસ્થિત રહેશે તો વડાપ્રધાન બન્યા બાદ તેઓ સૌ પ્રથમ વખત પોરબંદર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનશે. ભગવાનના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનશે તેવી ચર્ચાઓ જિલ્લાભરમાં જોવા મળી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/