કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો, કહ્યુ- છુટાછેડા નહી આપુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા ભરત સિંહ સોલંકી પર તેમની પત્ની રેશ્મા પટેલે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. રેશ્મા પટેલે કહ્યુ કે તે ભરત સિંહને છુટાછેડા નહી આપે, તેમણે પતિ વિરૂદ્ધ બોરસદ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય માધવ સિંહ સોલંકીના પુત્ર અને પૂર્વ મંત્રી ભરત સિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે કેટલાક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ભરત સિંહ પત્નીને છુટાછેડા આપવા માંગે છે પરંતુ રેશ્માએ સ્પષ્ટ ઇનકાર કરતા ભરત સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. રેશ્મા પટેલે કહ્યુ કે ભરત સિંહ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરે છે તથા ઘરે તેમની સાથે મારપીટ પણ કરે છે અને જીવથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી. પરિવારની ઇજ્જતને કારણે તે વિદેશ જતા રહ્યા હતા પરંતુ હવે જ્યારે પરત આવયા તો ભરત સિહે ફરી તેમણે ઘરની બહાર કરી નાખ્યા છે. ઘરેલુ હિંસા અને પરિવારિક સંપત્તિને લઇને રેશ્માએ આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, ભરત સિંહ બે વખત ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે.ગત બે વિધાનસભા ચૂંટણી તેમના અધ્યક્ષ રહેતા કોંગ્રેસ હારી છે. કોંગ્રેસ ધારાસભ્યોને ડિનર પર બોલાવીને ભરત સિંહ સોલંકીએ આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. ભરત સિંહ સોલંકી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા હોવાની સાથે રાજ્ય કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના રૂપમાં પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે.
Recent Comments