fbpx
ગુજરાત

વધતી જતી કાળઝાળ મોંઘવારીએ મુન્દ્રાની મહિલાઓને દઝાડી : બજેટ વિખાઈ જતું હોવાનો આંતનાર્દ

બે દાયકા પહેલા કચ્છના પેરિસ તરીકે ખ્યાતિ પામેલ મુન્દ્રા ફક્ત નવ હજાર ની વસ્તી ધરાવતું હતું . ઉતરોતર ઔદ્યોગિક વિકાસ બાદ વિપુલ પ્રમાણમાં રોજગારી નું નિર્માણ થતાં અન્ય પ્રાંત અને ગામો માંથી આવી ને વસેલા લોકોના કારણે હાલ વસ્તી એક લાખને વટાવી ગઈ છે. ત્યારે મધ્યમવર્ગ થી પણ નીચલી કક્ષામાં આવતા મોટા ભાગના લોકોને વેતનની સરખામણી વધતી મોંઘવારી એ દઝાડ્યા હોવાના અંતર્નાદ સાથે ગૃહિણીઓ વર્તમાન પરિસ્થિતી માં સંપૂર્ણ ઘરેલુ બજેટ વિખાઇ ગયું હોવાની લાગણી દર્શાવતી નજરે ચડે છે . પુરવઠા ખાતા ના સુસ્ત વલણ ને કારણે અન્ય શહેરોની બજારો ના ભાવ કરતાં સ્થાનિકે દરેક ચીજ વસ્તુઓ નિયત દર કરતાં ઉંચા ભાવે મળતી હોવા ઉપરાંત તેલ , ગેસ , દૂધ , શાકભાજી અને કરિયાણા ના ભાવો માં થતાં નિરંતર વધારા એ સ્ત્રીઓને કમરતોડ ફટકો ઝટકો આપ્યો હોવાની વ્યથા ચોમેર થી કાને અથડાઈ રહી છે ત્યારે દિવ્ય ભાસ્કરે નગરની ગૃહિણીઓનો મોંઘવારી પ્રત્યે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે . પોર્ટ સ્થિત કન્ટેનર ફેઇટ સ્ટેશનમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવતા કાજલ મહાપાત્ર એ અન્ય શહેરોની તુલનામાં મુન્દ્રા મધ્યે ભાવોની અસમાનતા ઉદાહરણ આપતાં ભુજમાં ૨૫૫૦ માં મળતો તેલનો ડબ્બો ૨૮૦૦ માં તેમજ કાંદા બટેટા સિવાય તમામ બકાલું અહીં દોઢા ભાવે મળતું હોવાનું વિસ્તૃત વર્ણન કરી સ્થાનિકે તંત્ર દ્વારા ભાવ નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવા પર ભાર મુક્યો હતો . સામાજિક કાર્યકર્તા નિલીમાબેન મહેતા એ હાલ પ્રજા કોરાનાની વિકટ પરિસ્થિતી માંથી બહાર આવી છે ત્યારે જીવન જરૂરી ચીજોમાં થયેલા ભાવ વધારા અંગે કચવાટ વ્યક્ત કરી સ્થાનિકે ભાવોની અસમાનતાને સમર્થન આપી જિલ્લામાં સૌથી મોંઘા એવા ગાંધીધામ શહેર ને સમકક્ષ દરેક વસ્તુના દરો પડ્યા પર પાટુ સમાન હોવાની ભાવના દર્શાવી હતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/