fbpx
ગુજરાત

હિન્‍દુસ્‍તાનની પ્રગતિ અને જીડીપીના વિકાસમાં ખેડૂતોનો બહુ મોટો ફાળો જીડીપીમાં ૧૮%નો ફાળો ધરાવતા કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં માત્ર ૩.૭૪%ની જોગવાઈ ભાજપના રાજમાં વધારેમાં વધારે ખેડૂતોએ આત્‍મવિલોપન કર્યા છે.

ગાંધીનગર  હિન્‍દુસ્‍તાનની પ્રગતિ અને જીડીપીના વિકાસમાં ખેડૂતોનો બહુ મોટો ફાળો
જીડીપીમાં ૧૮%નો ફાળો ધરાવતા કૃષિ ક્ષેત્ર માટેબજેટમાં માત્ર ૩.૭૪%ની જોગવાઈભાજપના રાજમાં વધારેમાં વધારે ખેડૂતોએ આત્‍મવિલોપન કર્યા છે.રાજ્‍યની પ્રજાના પેટમાં રોજ ૩૦ લાખ લિટર નકલી દૂધ જઈ રહ્‌યું છે.એક દીકરાને ઓનલાઈન માટે લાઈનમાં ઉભો રાખવા માટેખેડૂતે બે દીકરા લાવવા પડશે : ધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મરનો કટાક્ષવિધાનસભા ગૃહમાં આજે બંદર, કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને રમતગમત, યુવા, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્લાના લાઠી-બાબરા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, હિન્‍દુસ્‍તાન એ ખેતીપ્રધાન દેશ છે. હિન્‍દુસ્‍તાનની પ્રગતિ અને જીડીપીના વિકાસમાં ખેડૂતોનો બહુ મોટો ફાળો છે. જીડીપીમાં ૧૮%નો ફાળો ધરાવતા કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં માત્ર ૩.૭૪%ની જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ સરકાર જગતનો તાત, જગતનો તાત એવી માત્ર વાતો જ કરીને જાણે ખેડૂતોની સતત ચિંતા કરતી હોય તેવો દેખાડો કરે છે. સરકારની ખોટી નીતિઓના કારણે આજે ખેડૂતો મોતને ઘાટ ઉતરી રહ્‌યા છે. ખેડૂતોએ આત્‍મવિલોપન કરવું પડે છે. ભાજપના રાજમાં વધારેમાં વધારે ખેડૂતોએ આત્‍મવિલોપન કર્યા છે. ખેડૂત એટલે કોણ ? ૨૪ કલાકમાંથી ૨૦ કલાક મહેનત કરતો વ્‍યક્‍તિ. ગ્રેજ્‍યુએટ થયેલી દીકરી પણ સાઈકલ લઈને પપ્‍પાને ચા આપવા જાય તે વ્‍યક્‍તિ એટલે ખેડૂત. પરંતુ એની ચિંતા કોણ કરે છે ? શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે,પશુપાલનની વાત કરીએ તો રાજ્‍યની પ્રજાના પેટમાં રોજ ૩૦ લાખ લિટર નકલી દૂધ જઈ રહ્‌યું છે. એકબાજુ આટલા મોટા પ્રમાણમાં નકલી દૂધ વેચાઈ રહ્‌યું છે અને બીજી બાજુ વિકાસવાળા વડાપ્રધાનની વાતો કરવામાં આવે છે. આજે નકલી દૂધના કારણે લોકો કેન્‍સર જેવી ગંભીર બિમારીઓથી પીડાઈ રહ્‌યા છે. ફુડ વિભાગની હપ્‍તાખોરી અને દીવાળી બોનસોના કારણે દૂધમાં ભેળસેળ થઈ રહી છે. કોણ આ કરાવી રહ્‌યું છે ? તેની તપાસ શા માટે કરવામાં આવતી નથી ? તેવા પ્રશ્નો શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે ઉપસ્‍થિત કર્યા હતા.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, આજે ખેડૂતોની ચિંતા કરવામાં સરકાર નિષ્‍ફળ નીવડી છે

ત્‍યારે કોંગ્રેસ પક્ષને ચિંતા થાય છે. કોંગ્રેસ પક્ષે હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે. ખેડૂતોને ધિરાણમાં પહેલી વખત ૭% વ્યાજે ટૂંકી મુદ્દતનું ધિરાણ આપવાની યોજના જો કોઈ લાવ્‍યું હોય તો એ કોંગ્રેસની આગેવાનીવાળી માનનીય ડો. મનમોહનસિંહજીના નેતૃત્‍વવાળી યુપીએ સરકાર લાવી હતી. એમાં ૩% સહાય નાબાર્ડ અને ૪% સહાય રાજ્‍ય સરકારે આપવાની છે. છેલ્લા બે વર્ષથી ખેડૂતોને રાજ્‍ય સરકાર તરફથી મળવાપાત્ર ૪% સહાયના પૈસા મળ્‍યા નથી. રાજ્‍ય સરકાર યોજનાની અમલવારી કરતી નથી. ગયા બજેટ સત્રમાં રજૂઆત કરી હતી ત્‍યારે રૂ. ૧,૪૦૦ કરોડ છૂટા કર્યા હતા. સરકાર આ વખતે વધારાની માંગણી પણ લઈ આવી છે, ગૃહના સભ્‍ય દ્વારા પણ રજૂઆત થઈ હોવા છતાં પણ પૈસા ચૂકવાયા નથી. ખેડૂતોને તેમના હક્કના નાણાં સત્‍વરે ચૂકવવા શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે માંગણી કરી હતી.ખેડૂતોને બચાવવાની જવાબદારી સહુની છે, તેમાં કોંગ્રેસ પક્ષનો સહકાર પણ છે અને ટેકો પણ છે. રાજ્‍ય સરકાર ખેડૂતોને બચાવવા માટે બે મોઢાની વાત કરે છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ખેડૂતો માટે સરકારે મક્કમ નિર્ધાર કરવો પડશે, જો ખેડૂતો માટે મક્કમ નિર્ધાર નહીં કરવામાં આવે તો જગતનો તાત પોતાની જમીન વેચી દેવા મજબુર બનશે.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મરે કટાક્ષ કરતાં જણાવ્‍યું હતું કે, એક ખેડૂતભાઈ કહેતા હતા કે, સરકાર બે બાળકો બસની નીતિ ઘણા વખતથી લાવી છે પરંતુ મારે તો બે બાળકોમાં એક દીકરી અને એક દીકરાને બદલે બે દીકરા લાવવા પડે એમ છે, કારણ કે સરકારે ઉતારા મેળવવા, યોજનાના ફોર્મ ભરવા વગેરે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરેલ હોઈ એક દીકરાને તો ઓનલાઈન જ ઉભો રાખવો પડે તેમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/