fbpx
ગુજરાત

વિજાપુર પાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ

વિજાપુર શહેરમાં ભાગ્યોદય સિનેમા સામેના વિસ્તારોમાં રોડ અને પીવાના પાણીની લાઈનો માટે કામકાજ દરમિયાન અડધા વિસ્તારમાં પાલિકાએ ટી નાખીને બાકીના વિસ્તારમાં પાણીનું કનેક્શન નાખતા પહેલા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈને આ વિસ્તારમાં રહીશો પાણીની લાઈનનું સંપૂર્ણ કામ થયા બાદ રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. આ સમસ્યા અંગે શહેર ભાજપ મંત્રી સુરેશભાઈ પરમારે ભાજપ શાસિત પાલિકામાં રજૂઆત કરી હતી, તેમ છતાં પાણી માટે કોઈ ટી નહીં મુકવામાં આવતા આ વિસ્તારમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઇ છે.

આ મામલે સ્થાનિક ધારાસભ્ય રમણ ભાઈ પટેલને સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અમારી વાત પાલિકા ચીફ ઓફિસર સાંભળતા નથી. લોકોમાં પાલિકાની કામગીરી લઈને ભારે રોષ ઉભો થવા પામ્યો છે. જાેકે, રોડ બનાવતા પહેલા પાણીની સવલત પુરી કર્યા બાદ જ રોડ બનાવવો. જાે તેમ કરવામાં નહીં આવેતો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/