fbpx
ગુજરાત

નર્સરીથી માંડીને કોલજ સુધીના વિદ્યાર્થીઓ, વાલીઓની અપમાન શિક્ષણમંત્રીએ કર્યું છે જેથી માફી માંગો – ઈસુદાન ગઢવી

રાજકોટ ખાતે ના એક કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જેને જે સારું લાગતું હોય તે રાજ્ય કે દેશમાં બાળકોના સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. અહીંયા રહેવું નથી તેવું કહેનારા જ્યાં સારું લાગતું હોય ત્યાં જઈ શકે છે. આ પ્રકારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. ગુજરાતની શિક્ષણ નીતિ પર સવાલો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉઠાવ્યા બાદ હવે આપ નેતા ઈસુદાં ગઢવી એ પણ તેને લઈને સવાલો ઉઠાવ્યા છે અને જીતુ વાઘાણીએ આ અપમાન ગરીબ બાળકો અને તેમના વાલીઓનું કર્યું છે. જેથી તેઓ માફી માંગે તેવી વાત કરી હતી.   ઈસુદાન ગઢવી એ વિડિયો જારી કરી ને જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિવાદિત વીડિઓ સાંભળ્યો એમણે નર્સરીથી માંડીને કોલજ સુધીના વિધાર્થીઓ અને એમના વાલીઓની મજાક કરી એમનું અપમાન કર્યું છે તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ કે જેઓ ખાનગીશાળામાં બાળકોને ભણાવી નથી શકતા એમનું અપમાન કર્યું છે. તેઓ વિધાર્થીઓની માફી માંગે તેમ ઈસુદાન ગઢવી એ જણાવ્યું હતું.   વધુમાં જણાવ્યું હતું કે આ વાલીઓ અને ગરીબ વિદ્યાર્થીઓ નું અપમાન છે શું તમે દોઢ લાખ રૂપિયા પગાર લઈને શિક્ષણ મંત્રી બન્યા છો તો શું આ કહેવા માટે બન્યા છો. તેમ કહી તેમને કટાક્ષ પણ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની વાત કહેવી એ એક અહંકાર છે જેથી જીતુ વાઘાણી તેમનું નિવેદન પાછું ખેંચે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ની માફી માંગે તેવી માંગ ઈશુદાન ગઢવી એ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/