fbpx
ગુજરાત

અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’નું આયોજન

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ પુખ્ત વયના રમતવીરો માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’નું આયોજન થયું હતું.     આ અવસરે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશભરના એક લાખથી વધુ દિવ્યાંગોનું હેલ્થ ચેકઅપ કરવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પેશિયલ સર્ટિફિકેટ પણ એનાયત થયું હતું. ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશભરના એક લાખથી વધુ દિવ્યાંગોનું હેલ્થ ચેકઅપ કરવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા  સ્પેશિયલ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા.

 આ આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ નિમિત્ત સ્પેશ્યલ ઓલમ્પિક્સ ભારત દ્વારા દેશભરના દિવ્યાંગો માટે હેલ્થ ચેકઅપનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે.   રાજ્યપાલએ ઉમેર્યું કે, વિકલાંગો માટે નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ શબ્દ આપીને તેમને સમાજમાં એક સન્માનજનક નામ આપ્યું છે, આ શબ્દથી માત્ર ભારતના જ નહીં પણ દેશ-દુનિયાના લાખો દિવ્યાંગોને મોટું બળ મળ્યું છે.  આ અવસરે રાજ્યપાલએ આ મિશનને વધુમાં વધુ વેગવંતુ બનાવવા પણ સૌને અપીલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/