વેરો બાકી હોવાથી ચાણસ્મા પાલિકાએ મિલકત સિલ કરતા લોકોમાં ફફડાટ
ચાણસ્મા નગર પાલિકાની વેરા શાખા દ્વારા ચાણસ્મા શહેરના બાકી વેરા મિલકત ધારકો સામે વેરા ભરપાઇ કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે પાલીકા દ્વારા જે મિલ્કત ધારકોના વેરા બાકી છે તેની ભરપાઈ નહીં કરનાર મિલ્કત ધારકોના નળ કનેક્શન તેમજ ગટર કનેક્શનની સુવિધાઓ બંધ કરવાની સાથે દુકાનો પર નોટીસ મારી સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્તવરે બાકી નીકળતા વેરા ચાણસ્મા નગરપાલિકા કચેરીમાં ભરપાઈ કરી જવા પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ચાણસ્મા નગર પાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો સામે વેરા વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ચાણસ્મા નગરપાલિકાના વર્ષો જૂના બાકી વેરા ભરપાઇ નહીં કરનારા દુકાનદારો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી સાથે દુકાનો પર નોટીસ મારી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે પાલિકાના વેરાના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Recent Comments