fbpx
ગુજરાત

કાળઝાળ ગરમી વચ્ચે નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૨૦.૦૮ મીટરે પહોંચ્યું

દેશભરમાં ઉનાળો આકરો બનતો વીજ અને પાણીની ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે માગ વધી છે. નર્મદા ડેમમાં નવા નીરની આવક વધારવામાં કારગત નીવડી છે. નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ૩ દિવસમાં જ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની અવકે કારણે ૨ મીટર વધીને ૧૨૦.૦૮ મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં હાલ જીવંત પાણીનો જથ્થો ૧૨૨૧.૬૨ મિલિયન ક્યુબીક મીટર છે. જે ગત વર્ષની સરખામણી એ ૧૯ % ઓછો છે પરંતુ છેલ્લા ૧૦ વર્ષની નર્મદા ડેમની સરેરાશ કરતા ૨ % વધારે હોવાનું સેન્ટ્રલ વોટર કમિશનના વોટર બુલેટિનમાં ટાંકવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં હાલ ઉપરવાસમાં આવેલા નર્મદા નદી પરના ડેમના પાવર હાઉસ ધમધમતા તેમાંથી ડિસ્ચાર્જ થઈ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઈ ૧૧૮ મીટર રહેલી ડેમની સપાટી હાલ ૧૨૦ મીટર ઉપર સ્પર્શી છે.

નર્મદા ડેમના પણ રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસના જલવિધુત મથકોને જરૂરિયાત પ્રમાણે ધમધમતા કરાઈ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આરબીપીએચ ૨૮૪૭ અને સીએચપીએચ ૩૮૧૩ ક્યુસેક પાણીનો વપરાશ કરી વીજ ઉતપન્ન કરી રહ્યું છે. ડેમમાં ૨૨૩૮૬ ક્યુસેક પાણીની આવક સામે જાવક ૧૧ થી ૧૨ હજાર ક્યુસેક નોંધાઇ રહી હોય સપાટી માં ધીમે ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. મુખ્ય કેનાલમાં ૩૯૩૫ ક્યુસેક અને ગોડબોલે ગેટમાંથી ડાઉન સ્ટ્રીમ ભરૂચમાં નર્મદા નદીમાં ૬૧૬ ક્યુસેક પાણી નો જથ્થો ઠલવાઇ રહ્યો છે. હાલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ થકી રાજ્યમાં ખેતી, ઉદ્યોગો અને પીવા માટે પાણી પૂરું પાડવા સાથે વીજળી પણ પેદા કરાઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી હાલ ૧૨૦.૦૮ મીટર પર છે અને ૧૧૬૭ એમસીએમ જેટલો પાણીનો સંગ્રહિત જથ્થો છે. આગામી ૮ મહિના સુધી આખા ગુજરાતને પીવાનું પાણી અને સિંચાઈ નું પાણી આપવા સક્ષમ છે પરંતુ વીજળીનું ઉત્પાદન પણ કરી હાલ ૪૦૪૪ ક્યુસેક પાણી નર્મદા કેનાલ માં પાણી આપી રહી છે. સરકાર ના નિયમ પ્રમાણે ૧૫ જૂન થી ચોમાસાની શરૂઆત થાય એટલે ૧૫ જૂન સુધીસિંચાઈનું પાણી આપવા નર્મદા ડેમ સક્ષમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/