અહંકાર સાથે તેમને ગુજરાતીઓેને બહાર ભણવાની વાત કહી જેથી દિલ્હીથી સ્કૂલો જોવા માટે અહીં આવ્યો
મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમને શિક્ષણ ને લઈને અહીંની સ્કૂલોની મુલાકાત લીધી હતી. અને ત્યાર બાદ શિક્ષણ મંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
27 વર્ષ લોકોના વેસ્ટ કરીને મને સમજમાં આવ્યું કે બીજેપીએ શું કર્યું છે, આટલા વર્ષે વેસ્ટ કરી બીજેપી સારી સ્કૂલો નથી બનાવી શકી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, અમે શાનદાર કામ કરી રહ્યા છીએ શિક્ષણ ક્ષેત્રે જેથી જેને અહીં ના ભણવું હોય એ દિલ્હીમાં સ્કૂલોમાં જતા રહે, આટલા અહંકાર સાથે તેમને આ કહ્યું જેને જોવા માટે દિલ્હીથી સ્કૂલો જોવા માટે આવ્યો હતો.
ભવનગરમાં તેમના મત વિસ્તારની હોમ ટાઈનની બે સરકારી સ્કૂલોમાં ગયો. બન્ને સરકારી શાળાઓમાં તમે જોઈ શકો છો જ્યાં કોઈ ખૂણો એવો નહોતો જ્યાં કરોડીયાની જાળ ના હોય, આ પ્રકારના જાળામાં જીતુભાઈ સરકારી સ્કૂલો ચલાવે છે.
સ્કૂલોમાં ટીચર્સનો પુરતો સ્ટાફ નથી, ગેસ્ટ ટીચર્સ એટલે કે, જેમને પ્રવાસી શિક્ષક તરીકે રાખ્યા છે. જેમને એ નથી ખબર કે તેમની આગળની નોકરી હશે કે નહીં.
ટોયલેટની સાફ સફાઈ, પાણીની વ્યવસ્થાનો અભાવ મને આજે જોવા મળ્યો. વાલીઓએ કહ્યું કે, એક સરકારી સ્કૂલ બંધ કરવામાં આવે છે.
27 વર્ષમાં બીજેપીમાં પીવાનું સ્વચ્છ પાણી સરકારી સ્કૂલોમાં બાળકોને આપી રહી નથી. કબાડી ખાનામાં ભણવા જાય તેવો અનુભવ થાય તે પ્રકારનું વાતાવરણ આપવામાં આવી રહ્યું છે.
Recent Comments