fbpx
ગુજરાત

ગાંધીનગરની સાબરમતી નદીનાં કોતરમાં જુગારધામ ઝડપાયું, ૨૬ હજારથી વધુનો મુદામાલ, ૫ ની અટકાયત

રાજ્યના પાટનગર ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલ સાદરા ગામે ઇન્દિરા નગર સાબરમતી નદીનાં કોતરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતાં જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગની ટીમે રેડ કરીને ઝડપી પડ્યું હતું જેમાં રેડ દરમ્યાન ૮ જુગારીઓ કોતરમાંથી નાસી ગયા હતા. જ્યારે પાંચ ઈસમોને એસએમસી(સ્ટેટ મોનીટરીંગ સેલ)ની ટીમે દબોચી લઈ મોબાઇલ ફોન, વાહન તેમજ રોકડ સહિત ૨૬ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.સ્ટેટ મોનીટરીંગ સેલમાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતાં રાજ્યમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા ઈસમો ફફડી ઉઠ્‌યા છે. એસપી રાયની સીધી સુચનાથી ડીવાયએસપી કે ટી કામરીયાનાં સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમે ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ઉપરા છાપરી દરોડા પાડીને દારૂ જુગારની પ્રવૃતિઓ પર ધોંસ બોલાવી દેવામાં આવી છે. તેમ છતાં ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલ સાદરા ગામ ઇન્દિરા નગર સાબરમતી નદીનાં કોતરની આડમાં જુગાર ધામ ઘણા સમયથી ધમધમી રહ્યું હતું.

જ્યારે આઠ જુગારીઓ કોતરનો લાભ લઈને નાસી જવામાં સફળ થયા હતા. બાદમાં એસએમસીની ટીમે રોકડ રકમ, મોબાઈલ ફોન, એક વાહન મળીને ૨૬ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવની જાણ થતાં ચીલોડા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. નોંધનીય છે કે લિસ્ટેડ જુગારી અનવર યાકુબ શેખ દ્વારા આ જુગાર ધામ ચલાવવામાં આવતું હતું. હાલમાં સ્થાનિક પોલીસ મથકે ૧૩ જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ જુગાર ધામની ગંધ આવી જતાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં પીએસઆઇ એન બી ઝાલાએ પોતાની ટીમ સાથે સાબરમતીનાં કોતરમાં દરોડો પાડ્યો હતો. એસએમસીની રેડ પડતાં જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેથી ટીમના માણસોએ પીછો કરીને સબીર ઈબ્રાહીમ શેખ, અર્જુન ઉદાજી ઠાકોર, સેધાજી ચૌહાણ, રાજુ રમણભાઈ દંતાણી અને ઉદાજી નેનાજી ચૌહાણને આબાદ રીતે દબોચી લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/