fbpx
ગુજરાત

સુરત ના સચિન જી આઈ ડી સી વિસ્તાર માં ચાંદી ના ડસ્ટ ની ચોરી કરતા પાંચ ઈસમો ને મુદામાલ સાથે ઝડપી પડાયા

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કાનાણી ઇન્ડસ્ટ્રીઝમાં ટેરેસ પરથી સોના ચાંદીના ડસ્ટની ચોરી થવા પામી હતી જેને લઈને કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનાની તપાસ કરતા પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા જેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી…જ્વેલરી પોલીશીંગ કરવાનું મોટા પાયે કામ કરતી સુરતની સચિન જીઆઇડીસીની કાનાણી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગત વર્ષે ઓગસ્ટ માસથી બે કંપનીઓનું કામ કરવામાં આવ્યું હતું. સોના અને ચાંદીનાં દાગીના બનાવવા દરમ્યાન આશરે પચાસ કિલોની આસપાસ ડસ્ટ ભેગી પડી હતી. આશરે ૨૨.૫૦ લાખની કિંમતની આ ડસ્ટ ગત ૧૩મી એપ્રિલની રાત્રે ચોરી થઇ ગઇ હતી. અહીં સોનાની ડસ્ટ પડી હોવાની જાણ પૂર્વ કર્મચારીને જ હતી અને તેને આ ડસ્ટમાંથી સોનું ગાળવાનું કામ કરતી વ્યક્તિને શોધવા માટે પ્રયાસો પણ કર્યા હોવાનું બહાર આવતાં પોલીસે આ પૂર્વ કર્મચારીની મદદ લીધી હતી.

આ પૂર્વ કર્મચારીએ સચીન તિલક રેસીડેન્સીમાં રહેતાં અને સોનાની ધૂળમાંથી ભઠ્ઠી ઉપર સોનું અલગ કરતાં અબ્દુલ સયેદનો સંપર્ક કર્યો હોવાનું જણાવતાં સચીન જીઆઇડીસી પોલીસ ઇન્સપેક્ટર ડી.વી. બલદાણીયાએ અબ્દુલને ઉઠાવતાં જ ચોરીનું આખું રેકેટ બહાર આવ્યું હતું. અબ્દુલની સાથે તેના કારીગર સલીમ મોહમંદખાન, વિભા ઉકા ભડીયાદરા, વિભા વાસા ભરવાડ અને બલદાઉ આગમનપ્રસાદ મિશ્રાને ઝડપી લીધા હતા.અબ્દુલ સયેદને આ કારખાનામાં સોનાની ધૂળ હોવાની જાણ થતાં જ તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેમાં આ પોતાના કારીગર તથા બે ભરવાડ સહિત બીજી ૧૦ વ્યક્તિઓને સામેલ કરી હતી.ચોરી કર્યા બાદ સોનું ગાળવા માટે એક રૂમ રાખી હતી રૂમ રાખી ત્યાં સોનું ગાળતા હતા. પોલીસે ૧૯.૫૦ લાખની કિંમતની ૪૩ કિલો ૩૧૫ ગ્રામ ડસ્ટ કબજે કરી હતી, બીજી આઠ કિલો ડસ્ટ ભોલા નામનો શખ્સ મુંબઇ લઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/