બાયડમાં ધો.૭ની વિદ્યાર્થીની સાથે શિક્ષક અશ્લિલ વાતો કરતાની ફરિયાદ
બાયડ તાલુકાના જૂના ઊંટરડા પ્રાથમિક શાળામાં છેલ્લા સાતેક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ બિપીન વિનોદભાઈ છેલ્લા ત્રણેક માસથી વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ વાતો કરતાં ધો. ૭ માં ભણતી વિદ્યાર્થિનીઓ છેવટે કંટાળી જઇ અને સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ પોતાના ઘરે પરિવારજનોને આ લંપટ શિક્ષકની ફરિયાદ કરતા જ ગ્રામજનોએ શાળામાં હલ્લાબોલ કરતાં લંપટ શિક્ષક બિપીનના હોશકોશ ઊડી ગયા હતા. સમગ્ર મામલો બિચકતાં કેટલાક ગ્રામજનોએ લંપટ શિક્ષકને મેથીપાક આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. વાત વણસતા એસએમસી કમિટિના સદસ્યો પણ શાળાએ દોડી પહોંચ્યા હતા. મામલો ઉગ્ર બનવાને લઇ આંબલિયારા પોલીસ મથકે જાણ કરતા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી લંપટ બિપિનને પકડી ગુનો નોંધ્યો હતો. જૂના ઊંટરડા ગ્રામજનો પાસેથી મળેલી વિગતો મુજબ લંપટ શિક્ષક બિપીન પટેલ પરણેલો છે તેને એક સંતાન પણ છે અને આ લંપટ શિક્ષકના પત્ની બાયડ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે પણ ફરજ બજાવે છે.
આંબલિયારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ લંપટ શિક્ષક બિપિને છેલ્લા ત્રણ માસથી ધો. ૭ની છાત્રાઓ સાથે બિભત્સ શબ્દોનું ઉચ્ચારણ કરતો હતો છેવટે આ કરતૂત બહાર આવી ગઈ હતી ત્રણ મહિનાથી વિદ્યાર્થિનીઓ ઉપર આ શિક્ષકે કાળો કેર વર્તાવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. જૂના ઊંટરડા પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક બિપીનની કરતૂતોને લઇ મામલો બિચકતા જ ગામના સરપંચ એસ.એમ.સી.ના સદસ્યો સહિત અનેક ગ્રામજનો શાળાએ દોડી પહોંચી શિક્ષક ઉપર ફિટકાર વરસાવ્યો હતો. સમગ્ર મામલો બહાર આવતા સમગ્ર ગામમાંથી લંપટ શિક્ષક બિપિન સામે ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે જ્યારે ગ્રામજનો શાળામાં પહોંચ્યા ત્યારે ધો. ૭ ની વિદ્યાર્થિનીઓ સમગ્ર પ્રકરણ અંગે જાણ કરતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી જેને લઇ અન્ય ગ્રામજનોની પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને રોષે ભરાયા હતા. એક તરફ જૂના ઊંટરડા પ્રાથમિક શાળાના લંપટ શિક્ષક બિપિનની કરતૂતોથી વિદ્યાર્થિનીઓ ડઘાઇ ગઇ છે.
ત્યારે આ કરતૂતોથી ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓ ઉપર ખરાબ અસર ન પડે તે હેતુથી ગ્રામજનો આ શિક્ષકની તત્કાળ અસરથી બદલી કરવાની માગણી ઉઠાવી છે. શાળામાં જે પણ કોઈ બનાવ બન્યો તેનો રિપોર્ટ હું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવા જઈ રહ્યો છું. આઇપીસી ૨૯૪ માં ૩ માસની સજા અથવા આર્થિક દંડની જાેગવાઇ છે. કેટલાક કેસમાં આર્થિક દંડ ,૩ મહિનાની સજા બંને સાથે કરવામાં આવે છે. શાળાની વિદ્યાર્થિનીઓએ સમગ્ર મામલે પરિવારજનોને અગાઉથી જ જાણ કરી લીધી હતી પરંતુ ગ્રામજનોએ સંયમતા રાખી અને મંગળવારે શાળાનું કાર્ય પૂર્ણ થયા બાદ હલ્લાબોલ કરી શિક્ષકને આડે હાથે લીધો હતો. આ મામલાની જાણ થતાં જ તત્કાળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તપાસમાં તથ્ય જણાશે તો કડક સજા શિક્ષકને કરવામાં આવશે.લંપટ શિક્ષક પ્રકરણમાં આંબલીયારા પોલીસે આશિષકુમાર જીતેન્દ્રભાઈ શાહ. રહેવાસી ઉંટરડાની ફરિયાદના આધારે લંપટ શિક્ષક સામે આઈપીસીની કલમ ૨૯૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments