fbpx
ગુજરાત

ખેડુતોના મતે આ વર્ષે ૩૦થી ૪૦ ટકા કેરીનો પાક બચ્યો છે

ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે અસર થઇ હતી. આ વખતે શરૂઆતના તબક્કામાં પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર ફુટયા હતા, પરંતુ વાતાવરણમાં પલટો આવતાં મંજરી કાળી પડી હતી. ખેડૂતોના મતે આ વર્ષે માત્ર ૩૦થી ૪૦ ટકા જ કેરીનો પાક બચ્યો છે. પહેલેથી જ કેરીનો પાક ઓછો છે અને હવે ૨૦થી ૨૨ એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગામી વચ્ચે વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું.જેને લઇ ખેડૂતોના જીવ ટાળવા ચોંટયા છે. કમોસમી વરસાદ પડશે તો આંબાવાડી પર લટકતા કેરીના પાકને વધુ નુકસાન થશે. હાલ તો ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

જિલ્લા કલેકટરે ૨૦થી ૨૨ એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહીને લઇ જિલ્લામાં ખેત પેદાશોને તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અન્ય કોઇ પણ જગ્યાએ વરસાદના કારણે નુકસાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અરબી સમુદ્ર કિનારે આવેલા ઉમરગામ તાલુકાનાં કલગામ,મરોલી,કાલઈ, કનાડુ,ધોડીપાડા, કોળીવાડ,સહિત અન્યો ગામોમાં ૨૧એપ્રિલે ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું.ગાજ વીજ સાથે માવઠું પડતાં ઈટભઠ્ઠા માલિકો અને ઘાસ વિતરકોમાં દોડધામ મચી ગઇ હતી.માવઠાથી શાકભાજીને નુકસાન થયું હતું.જિલ્લામાં વાતાવરણના કારણે પહેલાથી આંબાવાડીઓ પર ૩૦ થી ૪૦ ટકા જ કેરીનો પાક બચ્યો છે, ત્યારે ૨૦ થી ૨૨ એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોના જીવ ટાળવે ચોંટયા છે. ગુરૂવારે દિવસભર વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. છેલ્લા થોડા વર્ષોથી કેરીના પાક ખરાબ વાતાવરણના કારણે ઘટી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/