સુરત પોલીસે 91 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો, રીક્ષામાં કરતો હતો હેરાફેરી
સુરત જિલ્લામાં ગાંજાનો સ્ટોક કરી તેની અન્ય વિસ્તારમાં સપ્લાય કરવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે એકની ધરપકડ કરી હતી, સુરતમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી થઈ રહી છે, તેવી એસઓજી પોલીસ ને બાતમી મળી હતી.
એસઓજીએ 91 કિલો ગાંજો રિક્ષામાંથી કબ્જે કર્યો હતો હાલમાં એન્ટી ડ્રગ્સ પોલીસની મુવમેન્ટને કારણે ઉત્કલનગરમાં ગાંજાની ડિલિવરી બંધ થઇ ગઈ છે. દરમિયાન સુરત જિલ્લામાં આ ગાંજાનો જથ્થો સ્ટોક કરીને તેને લાવવામાં આવતો હતો. રિક્ષા શંકાસ્પદ હાલતમાં જણાતા એસઓજી દ્વારા તેને ચેક કરવામાં આવી હતી. આ રિક્ષામાં ચોરી છૂપીથી 9.14 લાખ રૂપિયાનો ગાંજો છુપાવવા માં આવ્યો હતો. રિક્ષામાં માલની હેરાફેરી કરનાર અરવિંદ પ્રજાપતિ નામ ના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી..અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ..મહત્વ નું છે કે હાલ સુરત પોલીસ નશા મુક્તિ માટે સાબદી બની છે અને તમામ વિસ્તારો માં સઘન ચેકીંગ કરી રહી છે તેવા માં સુરત માં ગાંજો ઘુસાડવા ના રેકેટ નો.પર્દાફાશ કર્યો હતો..હાલ આરોપી ની.પૂછપરછ થાળી ઘણું જાણવા મળી શકે એમ છે.
Recent Comments