fbpx
ગુજરાત

ઠાસરાના ખડ ગોધરા ગામની સીમમાંથી 125 કિલો ગૌ માંસ સાથે કાર ચાલક ઝડપાયો, કુલ રૂ. 1.18 લાખનો મુ્દ્દામાલ જપ્ત

ઠાસરા પાસે પસાર થતી એક કારમાંથી 125 કિલો ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. આ બનાવમાં કારચાલક ભાગવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જ્યારે મોટરસાયકલ પર પાયલોટિંગ કરી રહેલા બે લોકો તેમજ આ ગૌમાંસનો જથ્થો જ્યાંથી લાવવામાં આવ્યો હતો તે શખ્સ મળી કુલ ચાર સામે ઠાસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. ચાલકની પ્રાથમિક પૂછપરછમાં કસાઈઓએ ચાલકને 1 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઠાસરા પોલીસના માણસો ગઈકાલે ગુરૂવારે સમી સાંજે ઠાસરા તાલુકાના ખડગોધરા ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સફેદ કલરની ઓલ્ટો ગાડી જેના આગળના ભાગે નંબર પ્લેટ નહોતી અને આ કાર બાલાસિનોર તરફ જઇ રહી હતી.

પોલીસને શંકા જતા ખાનગી વાહન મારફતે ઉપરોક્ત કારને ઓવરટેક કરી અટકાવી હતી અને કારચાલક કારને સાઈડમાં થંભાવી ભાગવા જતા તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે આ કારના પાછળના ભાગે જોતા કાર નંબર (GJ18AH1464) જોવા મળ્યો હતો. કાર ચાલકનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ યાસીન ગુલામમયુદ્દીન શેખ (રહે.પડાલ, તા. ગળતેશ્વર) હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતા વાહનમાંથી 125 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે કાર ચાલકને પૂછતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કાર ચાલક યાસિને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે આ કામ માટે તેને કસાઈઓએ 1 હજાર આપવાના નક્કી કર્યા હતા. આ ગૌમાંસનો જથ્થો ઇમરાન નબીબી કુરેશી (રહે. સંજરી કરમ સોસાયટી તા. કઠલાલ)એ ઓલ્ટો ગાડી સાથે ભરીને આપેલો અને આ માંસનો જથ્થો અલ્લારખ્ખા કાસમભાઈ કુરેશી (રહે.પડાલ, તા.ગળતેશ્વર) તેમજ નાસીરભાઈ રસુલભાઇ કુરેશી (રહે. બાલાસિનોર, જિ. મહિસાગર)એ કઠલાલના ઇમરાન પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. આ બંને લોકો અલ્લારખ્ખા કાસમભાઈ કુરેશીના મોટરસાયકલ ઉપર આગળ પાયલોટિંગ કરતા હોવાનું તેણે જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં આ ગૌમાંસ અલ્લારખ્ખા કાસમભાઈ કુરેશી તથા નાસીરભાઈ રસુલભાઇ કુરેશીએ વેચાણ માટે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ગુનામાં 125 કિલો જેટલું ગૌમાંસ જેની કિંમત આશરે 12 હજાર 500 તથા વાહન અને ઝડપાયેલા આરોપી પાસેથી એક ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 18 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/