fbpx
ગુજરાત

વધતી મોંઘવારી વચ્ચે પેટ કરાવે વેઠ જેવા દ્રશ્યો,ભરૂચ APMC માર્કેટ ખાતે કચરા ના ઢગલા માંથી ફળ,શાકભાજી વીણી જીવન ગુજારતા પરિવારો

ભરૂચ:મોંઘવારી વચ્ચે ગરીબી કચરા ના ઢગલા તરફ,APMC માર્કેટમાં શાક વીણવા મજબૂર પરિવારો,તસ્વીરો તંત્ર અને સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ..!!

મોંઘવારી ના ચક્કરમાં ગરીબ જનતા પીસાઈ રહી છે,ફળફળાદી અને શાકભાજી ખરીદી શકે તેવી તેમની હિંમત નથીઃ તેવા પરિવારો હવે વાસ્તવિકતા ના દર્શન કરાવી રહ્યા છે,ભરૂચ ના મહંમદ પુરા નજીક આવેલ APMC શાક માર્કેટ ખાતે કેટલાક પરિવારોનું ગુજરાન કચરા ના ઢગલા પર ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, રોજ સવારે પડે અને વેપારીઓ દ્વારા બદલાનો જે ખરાબ ફળ અથવા શાકભાજી કચરામાં નાખવામાં આવે છે,તે ફળ અને શાકભાજી વીણી ને કેટલાય પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે,બાળકો થી લઇ પરિવાર ના સભ્યો APMC ખાતે કચરા ના ઢગલામાં કલાકો સુધી ફળ,અથવા શાકભાજી વીણતા નજરે પડે છે,

હાલ પેટ્રોલ સહિત ની જીવન જરૂરિયાત ની વસ્તુઓ પર મોંઘવારી એ માઝા મૂકી છે,ત્યારે પરિસ્થિતિ એટલી વણસી છે કે હવે ગરીબ પરિવારો કચરા માં રહેલું ભોજન ખાવા મજબૂર બન્યા છે, સાથે જ કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ ડોકયા કરી તેઓના પેટ નો ખાડો પુરવા માટે ની કોઈ વસ્તુ છે કે નહીં તે પ્રકારની પ્રવુતિ કરતા સવાર ના સમયે માર્કેટ માં નજરે પડતા હોય છે,ત્યારે પેટ કરાવે વેઠ, અને વર્તમાન સમય ની કડવી વાસ્તવિકતા ની આ તસ્વીરો તંત્ર તેમજ સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ છે,

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/